વડોદરા : વડોદરા શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરીમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે અનેક ઘટનાઓ બની ચુકી છે. જે વડોદરા શહેરની પોલીસ મહિલા શી ટીમની (Mahila SHE Team Operation) કામગીરીથી શહેરવાસીઓ ખૂબ ખુશ થયા છે. મહિલા શી ટીમ (Vadodara Women SHE Team) દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ થકી મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવામાં આવી રહી છે. હાલમાં પેટ્રોલિંગ, રોમિયો ડિકોઈ કરવામાં આવે છે. સાથે અવરનેસ કાર્યક્રમ દ્વારા લોકોમે જાગૃતિ લાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જરૂર પડે ત્યાં નાગરિકોને મહિલા શી ટીમ મદદ પણ કરી રહી છે.
આ પણ વાંચો :Democracy In BJP Govt: આમ આદમી પાર્ટીનો પ્રહાર, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો કર્યો આક્ષેપ
વિવિધ પોલીસ સ્ટેશનમાં શી ટીમ - વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ મહિલા પોલીસ દ્વારા તમામ મોનીટરીંગ વડોદરા શહેર પોલીસ ભવન(Vadodara City Police Bhavan) ખાતે આવેલ શી ટીમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ટીમ દ્વારા વડોદરા શહેરની મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમનો 7434888100/100 સંપર્ક કરી મદદ (Performance in Police Vadodara) માંગી શકે છે.