ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને માસ સીલ પર - ગુજરાતીસમાચાર

વડોદરા જિલ્લાના પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારીઓ આઉટસોસિંગ નીતિ નાબૂદ કરવા માંગ સાથે માસ સીએલ ઉપર ઉતર્યા છે. સફેદ આઉટસોર્સિંગ નીતિનું બેસણું કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને માસ સીલ પર
વડોદરામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને માસ સીલ પર

By

Published : Jan 13, 2021, 7:45 AM IST

  • વડોદરા જિલ્લાના પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારીઓ એક દિવસના માસ સીએલ પર
  • જિલ્લા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારીઓ વિરોધ
  • એજન્સીઓ દ્વારા કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું આપવામાં આવે
    વડોદરામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને માસ સીલ પર

વડોદરા: કોરોના ફન્ટર તરીકે વડોદરા જિલ્લા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારીઓ આજે આઉટસોર્સિંગ નીતિ નાબૂદ કરવા પ્રબળ બનતી માંગ સાથે આજે વિરોધ દર્શાવ્યો હતો.સરકાર દ્વારા વર્ગ-૪ ને કાયમી ભરતી બંધ કરી આઉટ સોસિગની નીતિ યુનિટી અમલમાં મુકવામાં આવી છે. આઉટસોર્સિંગ મેનપાવર દ્વારા કર્મચારીઓને પૂરા પાડતા એજન્સીઓ દ્વારા કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું વેતન આપતા હોવાની Epf, esic બોનસ અને એરિયસ ચૂકવવાની માંગણી કરતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે.તેને લઈને આજે કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો.

આઉટસોર્સિંગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને વિરોધ

જિલ્લા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અવારનવાર તેમની માગણીઓ મૂકવામાં આવી છે. તેમની માંગણી ન સંતોષતા આજે તેવો રોષ ભભૂકી ઉઠયો હતો. આઉટસોર્સિંના નામે તેમનું શોષણ થઈ રહ્યું છે. તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ હસ્તકના તમામ કેન્દ્રના આઉટસોર્સ કર્મચારી ઓને નવેમ્બર મહિનાનો પગાર એસ કો એકાઉન્ટ દ્વારા ચૂકવવાનો કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા આદેશ કરવા આવ્યો છે, છતાં અધિકારીઓની લાપરવાહીના કારણે સમયસર એસ્કો એકાઉન્ટ ન ખોલવા ના કારણે એજન્સીઓના કોન્ટ્રાક્ટર પૂર્ણ થઇ જતા કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર ના પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી.

ડીડીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું

આજે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જઈ સફેદ વસ્ત્રોમાં જિલ્લા પંચાયત કચેરી ભેગા થઈ આઉટ ઓફ યુનિટીનું પ્રયત્નો કરી યુવાનો આર્થિક સદ્ધર થઈ શકે એ માટે આઉતસોસિગ નીતિ નાબૂદ કરવાની માંગ કરી હતી. ડીડીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જ્યારે આગામી સમયમાં કોરોના રસી આવી રહી છે. ત્યારે તેમણે કોરોનાની રસી ન મુકવાનું પણ જણાવ્યું હતું. જો અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાળની ચીમકી આપી હતી.




ABOUT THE AUTHOR

...view details