ગુજરાત

gujarat

ETV Bharat / city

Opposition: વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષને સ્થાન ન મળતા વિપક્ષ પહોંચ્યું હાઈકોર્ટ - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી (Election of Vadodara Municipal Corporation)માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 7 ઉમેદવાર જ જીતી શક્યા હતા. આથી 10 ટકા કરતા ઓછી બેઠક હોવાથી કોંગ્રેસને વિપક્ષ (Opposition to Congress)નું પદ આપવામાં નહતું આવ્યું, જેને લઈને હવે કોંગ્રેસ કોર્ટના શરણે ગઈ છે. કોંગ્રેસના સભ્યોએ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં એક પિટિશન (Petition) દાખલ કરી છે. આ અંગે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે (Former Opposition Leader Chandrakant Srivastava ) જણાવ્યું હતું કે, 10 ટકા ઓછું સંખ્યાબળ ધરાવતા પક્ષને વિપક્ષ ન બનાવાય તેવું બંધારણમાં ક્યાંય ઉલ્લેખન નથી.

વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષને સ્થાન ન મળતા વિપક્ષ પહોંચ્યું હાઈકોર્ટ
વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષને સ્થાન ન મળતા વિપક્ષ પહોંચ્યું હાઈકોર્ટ

By

Published : Jun 30, 2021, 9:45 AM IST

  • 20 જુલાઈના રોજ મેયર અને કમિશનર (Mayor and Commissioner) હાજર રહેવા નોટિસ આપવામાં આવી
  • અમદાવાદ, સુરત, રાજકોટ માં કોંગ્રેસની 10 ટકાથી ઓછી સીટ છતાં વિપક્ષનું પદ અપાયુંઃ વિપક્ષ
  • વડોદરામાં 10 ટકાથી ઓછી સીટ છતાં વિપક્ષનું પદ જ નથી અપાયુંઃ વિપક્ષ
  • વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષ નેતા (Leader of Opposition of Vadodara Municipal Corporation)નો મુદ્દો ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પહોંચ્યો છે જે મામલે કોર્ટે સત્તા પક્ષ ને 20 જુલાઈએ હાજર થવા નોટિસ ફટકારી છે

વડોદરાઃ શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (In local self-government elections) કોંગ્રેસની વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)માં કારમી હાર થઈ હતી. જોકે, કોંગ્રેસના 7 જ ઉમેદવારો જીતી શક્યા હતા. આથી 10 ટકા કરતા ઓછી બેઠક હોવાથી કોંગ્રેસ (Congress)ને વિપક્ષનું પદ આપ્યું નહતું, જેને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો : AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ

10 ટકા કરતા ઓછું સંખ્યાબળ ધરાવતા પક્ષને વિપક્ષ ન બનાવાય તેવું બાંધરણમાં નથી લખ્યુંઃ ચંદ્રકાન્ત શ્રીવાસ્વત

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે (Former Opposition Leader Chandrakant Srivastava ) જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા વિરોધપક્ષ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. 10 ટકા કરતા ઓછું સંખ્યાબળ ધરાવતા પક્ષને વિપક્ષ ન બનાવાય તેવું બાંધરણમાં ક્યાંય ઉલ્લેખ નથી. રાજકોટમાં 4 સભ્ય જીત્યા છતાં વિપક્ષનું પદ અપાયું છે તો વડોદરામાં કેમ નહીં? કોંગ્રેસ પાસે સંખ્યાબળ ઓછું હોવાથી વિપક્ષનું પદ તેમ જ અન્ય લાભો વિપક્ષને નથી મળતા. ભૂતકાળમાં પણ ભાજપનું સંખ્યાબળ ઓછું હતું ત્યારે વિપક્ષનું પદ અને લાભો અપાયા હતા.

આ પણ વાંચો-ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાયરલ: રાજકોટ કોંગ્રેસના હિત માટે તમારે વિપક્ષનું પદ ન લેવું જોઈએ

પ્રજાએ જ વિપક્ષને નકારી કાઢી છેઃ મેયર

તો વર્તમાન કોંગ્રેસ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, GPMC એક્ટ અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ સિવાય કોઈ પણ સેવા સદન તરફથી કાર મેળવી શકતું નથી. તેમ છતાં સત્તા પક્ષના દંડક અને શાસક પક્ષના નેતાને કાર ફાળવવામાં આવી છે, જેમાં 5 વર્ષમાં 82 લાખ રૂપિયાનો ધુમાડો કરાયો છે. આ મામલે પણ કોર્ટમાં સવાલ ઉઠાવ્યો છે. આગામી 20 તારીખે કોર્ટે પક્ષકારોને હાજર થવા નોટિસ ફટકારી છે. તો બીજી તરફ મેયર કેયુર રોકડીયાએ કહ્યું હતું કે, અમે નહીં પ્રજાએ કોંગ્રેસ પાસેથી વિપક્ષની સત્તા આંચકી લીધી છે અને જ્યારે તેઓ કોર્ટમાં ગયા જ છે તો કોર્ટમાં જવાબ મળશે.

ABOUT THE AUTHOR

...view details