ગુજરાત

gujarat

ETV Bharat / city

કોયલી ખાતે આવેલી શિવમ રેસીડેન્સીમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન વધુ એક વખત ચોરી - વડોદરા પોલીસ

શનિવારે વહેલી સવારે કોયલી ખાતે આવેલી શિવમ રેસિડેન્સીમાં વધુ એક વખત ચોરીનો બનાવ બન્યો છે. શિવમ રેસિડેન્સીમાં તાજેતરમાં 2 બાઈકની ચોરીની ઘટના સામે આવી હતી. આ કેસ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી, ત્યારે ચોરીનો બીજો બનાવ સામે આવતાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ભારે સવાલ ઉઠી રહ્યા છે.

કોયલી ખાતે આવેલી શિવમ રેસીડેન્સીમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન વધુ એક વખત ચોરી
કોયલી ખાતે આવેલી શિવમ રેસીડેન્સીમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન વધુ એક વખત ચોરી

By

Published : Feb 1, 2021, 9:59 AM IST

  • ગણતરીના દિવસોમાં બીજી વખત ચોરી
  • રાત્રિ કરફ્યૂ દરમિયાન ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ
  • 2 વખત ચોરીની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ
    ચોરી

વડોદરાઃ શનિવારે વહેલી સવારે કોયલી ખાતે આવેલી શિવમ રેસિડેન્સીમાં વધુ એક વખત ચોરીનો બનાવ બન્યો છે. શિવમ રેસિડેન્સીમાં તાજેતરમાં 2 બાઈકની ચોરીની ઘટના સામે આવી હતી. આ કેસ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી, ત્યારે ચોરીનો બીજો બનાવ સામે આવતાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ભારે સવાલ ઉઠી રહ્યા છે.

ઘટનાના CCTV આવ્યા સામે

ગત કેટલાય સમયમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આમ છતાં પોલીસ ચોરીનો ભેદ ઉકેલવામાં સદતંર નિષ્ફળ નિવળી છે.

CCTV ફૂટેજ

પોલીસ સ્ટેશનની નજીક ચોરી

શનિવારે વહેલી સવારે કોયલી પોલીસ ચોકીનના માત્ર 200 મીટરના અંતરમાં આવેલી શિવમ રેસિડેન્સીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં વહેલી સવારે બિલ્લી પગે ઘુસેલા ચોરોના હાથમાં હથિયારો CCTV ફૂટેજમાં નજરે પડ્યા હતા. ચોરોએ 2 બાઈક સહિત એક ઘરફોડ કરી હતી. આ સાથે જ રોકડા રૂપિયા 15,000 અને એન્ટિક વસ્તુની ચોરી કરી હતી.

અગાઉ વડોદરામાં થયેલી ચોરીનો ભેદ ખેડા પોલીસે ઉકેલ્યો

ગત થોડા મહિના અગાઉ એક સાથે 8 દુકાનોના તાળા ચોરોએ તોડ્યા હતા અને લાખોનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરને પકડવા સ્થાનિક પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી હતી અને ખેડા જિલ્લામાં એક ચોરીના બનાવમાં પોલીસે ચોરોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન વડોદરામાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details