- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
- ધારાસભ્ય, પોલીસ કમિશનર, મૈયર, સાંસદ બેઠકમાં રહ્યાં હાજર
- નીતિન પટેલે વડોદરા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે યોજી બેઠક
વડોદરા:કોરોનાનો કહેર શહેરમાં જોવા મળી રહ્યો છે. કોરોના ફરી 1 વર્ષ બાદ પણ તેનો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દિવસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાના વધતા કેસને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સાંસદ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, વિધાનસભાના અધ્યક્ષ, ધારાસભ્યો, મેયર અને OSD ડૉ. વિનોદ રાવ સહિતનાં અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આગામી સમયમાં કોરોનાને નાથવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે.
આ પણ વાંચો :વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી