વડોદરા:ઓમિક્રોન(Omicron in Vadodara) પોઝીટીવ કેસોની સંખ્યાં ગતીથી વધી રહી હતી. જો કે શરૂઆતમાં તેજ ગતિ બાદ રોક લાગી હતી. એક તબક્કે વિદેશથી આવેલો મુસાફરોની સરખામણીઓ તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવીને ઓમિક્રોન પોઝીટીવ આવેલા દર્દીઓની સંખ્યા વધારે છે. જે જોતાં લાગે છે કે, શહેરવાસીઓએ ઓમિક્રોન વાયરસની ગંભીરતા લીધી નથી. આજરોજ ઓમિક્રોનના બે પોઝીટીવ કેસ (2 Omicron positive case ) સામે આવ્યા છે. જેમાં 65 વર્ષિય નાઇરોબી રિટર્ન પુરૂષ અને ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા 53 વર્ષિય પુરૂષનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા કેસો આગામી સમયમાં ચિંતા ઉભી કરી શકે છે.
દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ
17 ડિસેમ્બરના રોજ ઓમિક્રોન માટે નોન હાઇ રિસ્ક કંટ્રીમાંથી આવેલા દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ (Couple Omicron Positive) આવ્યા હતા. ત્યાર બાદ તેમના સંપર્કમાં આવેલો અડધો ડઝન જેટલા લોકો ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા. જેમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધીની ઉંમર વર્ગના તમામ લોકોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે ઓમિક્રોન કોઇ ચોક્કર ઉંમર વર્ગ પર નહિ કોઇને પણ સંક્રમિત કરી શકે છે. દરમિયાન યુકેથી આવેલી યુવતિ કોરોના પોઝીટીવ આવી હતી. તો તાંન્ઝાનિયાથી આવેલો યુવક અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના પોઝીટીવ થતા તેને સીધો જ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મોટાભાગના ઓમિક્રોન પોઝીટીવ કેસો નેગેટીવ આવતા તેઓને રજા આપી દેવામાં આવી છે.