વડોદરા:કોરોના ઓમિક્રોન પોઝીટીવ (Omicron Cases in Vadodara) પેશન્ટ 67 વર્ષના મહિલા અને 75 વર્ષના પુરૂષ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, બંનેને અહિંયા આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા, અને સેમ્પલને ગાંધીનગર જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. 12 તારીખે RTPCR રૂટીન પોઝીટીવ આવ્યો (Omicron positive case in vadodara) હતો, જેથી તેમના નમુના તપાસાર્થે ગાંધીનગર મોકલવાયા હતા, અને ત્યાર બાદ પુણે મોકલવામાં આવ્યા હતા. ગઈકાલે રિપોર્ટ આવ્યા બાદ દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ હોવાની પુષ્ટિ થઇ છે, ત્યાર બાદ પરિવારજનોના પણ ટેસ્ટ કરાવામાં (Omicron patients in Gujarat ) આવ્યા હતા.
નોન હાય રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યો પોઝિટિવ કેસ
નોન હાઇરિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા લોકો કોરોનાના ઓમિક્રોન પોઝીટીવ આવતા હવે ચિંતામાં વધારો થયો છે, બન્ને દંપત્તિ નોન હાય રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા હતા. અત્યાર સુધી દેશમાં (Omicron Patients in India) આવેલા ઓમિક્રોન પોઝીટીવ કેસો હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા મુસાફરોના આવ્યા હતા. જોકે હવે નોન હાય રિસ્ક કન્ટ્રીમાંથી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.