ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા SSG હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી, નર્સિંગ સ્ટાફે દાખલ દર્દીઓને રાખડી બાંધી

રક્ષાબંધનના પર્વને ધ્યાનમા રાખીને સાથે જ દર્દીઓને હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ મળી રહે અને બહેનની ખોટ ન વર્તાય તે માટે વડોદરા શહેરની SSG હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગ ખાતે રક્ષાબંધનની ઉજવણી (SSG Hospital celebrates Raksha Bandhan) કરવામાં આવી હતી. જેમાં વડોદરા SSG હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Aug 21, 2021, 6:57 PM IST

  • SSG હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી
  • નર્સિંગ સ્ટાફ દ્વારા દાખલ દર્દીઓને રાખડી બાંધવામાં આવી
  • નર્સિંગ સ્ટાફ દ્વારા આ પ્રકારની પહેલને જોઈને દર્દીઓમાં પણ ખુશીની લાગણી વ્યાપી

વડોદરા: શહેરની એસ.એસ.જી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વને ધ્યાનમા રાખીને સાથે જ દર્દીઓને હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ મળી રહે અને બહેનની ખોટ ન વર્તાય તે માટે વડોદરા શહેરની એસ.એસ.જી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગ ખાતે રક્ષાબંધનની ઉજવણી (SSG Hospital celebrates Raksha Bandhan) કરવામાં આવી હતી. જેમા નર્સિંગ સ્ટાફ દ્વારા દાખલ દર્દીઓને રાખડી બાંધવામાં આવી હતી.

વડોદરા SSG હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી

આ પણ વાંચો: રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો પોતાના વીરા માટે ખરીદે છે સોના-ચાંદીની રાખડીઓ

ઘણા વર્ષોથી સયાજી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

આ સાથે જ દર્દીઓની તબિયતમાં સુધાર આવે અને તેઓ જલ્દી પરત ફરે તેવી પ્રભુને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. નર્સિંગ સ્ટાફ દ્વારા આ પ્રકારની પહેલને જોઈને દર્દીઓમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી. જોકે છેલ્લા ઘણા વર્ષોથી સયાજી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે

ABOUT THE AUTHOR

...view details