ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા: MS યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખોના મુદ્દે NSUIના ધરણા - એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખોને લઇને ધરણા

વડોદરાની MS યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખોને લઈને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને પગલે NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે એકત્ર થઈ ધરણા કરવામાં આવ્યા હતા.

પરીક્ષાની તારીખોના મુદ્દે NSUIના ધરણા
પરીક્ષાની તારીખોના મુદ્દે NSUIના ધરણા

By

Published : Aug 11, 2020, 10:03 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલી MS યુનિવર્સિટીમાં આગામી પરીક્ષાઓને લઈને કોઇ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવેલી નથી. જેને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારે NSUI ના પ્રમુખ વ્રજ પટેલ એફજીએસ કૃપલ પટેલ સહીત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું.

પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહેલા NSUIના અગ્રણીઓએ પરીક્ષાની તારીખ નક્કી કરી વિદ્યાર્થીઓને ઇ-મેલ આઇડી પાસવર્ડ આપવાની માગ કરી આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ તેઓ તારીખો જાહેર કરવાની ઉગ્ર રજૂઆત સાથે હેડ ઓફિસ બહાર ધરણાં પર ઉતરી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details