- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંતર્ગત વડોદરાના પંડ્યા બ્રિજ પાસે જમીન સંપાદન કાર્યવાહી શરૂ
- દુકાનદારો જમીન-મિલકત ધારી અને ૨૦૦ મકાન ધારકોને નોટિસ ફટકારાઈ
- 1902માં બાંધકામ કરવામાં આવેલું નાણાવટી મનશન બંગ્લોસ પણ તોડવામાં આવશે
વડોદરાઃ શહેરમાં પંડ્યા બ્રિજ આજુ બાજુમાં નીચે આવેલી વસાહતો અને 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઇને નોટીસ ફટકારવામાં આવી છે. વડોદરા રેલ્વે સ્ટેશનની સાત નંબર પ્લેટ ફોર્મ પાસેથી મુખ્ય બુલેટ ટ્રેનની લાઈન છાપવામાં આવશે, જેથી કલેક્ટર જમીન સંપાદન વહીવટી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. આ નોટિસમાં દાદાગીરી પૂર્વક લખાણ અને ધમકીઓ આપવામાં આવી છે. વડોદરા સર્ચ નંબર પ્લેટ ફોર્મ બાજુમાંથી હાઇસ્પીડ રેલ્વે ટ્રેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આશરે 1902માં બાંધકામ કરવામાં આવેલું નાણાવટી મનશન બંગ્લોસ પણ તોડવામાં આવશે, જેને લઇને કલેકટર જમીન સંપાદનના વહીવટી દ્વારા વસાહતમાં આવતી જગ્યાઓ અને 200 મકાનનોને નોટિસ આપી છે. જે નોટિસમાં નક્કી કરેલા ભાવ વસાહતોને જમીનના આપવામાં આવશે. જો દુકાનદાર કે મિલકત ધારી આ સરકારી નિયમોનુસાર કરેલા ભાવની મંજૂરી નહીં આપે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરી કાયદેસરના પગલા લઈ જમીનનો કબજો કરી લેવામાં આવશે.