- વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજની લારીઓ
- રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશને કર્યો નિર્ણય
- 10 દિવસમાં નોનવેજ,ઇંડાની લારીઓ જાહેર રસ્તામાંંથી હટાવવા આદેશ
વડોદરાઃ રાજકોટ બાદ હવે વડોદરા શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની ( Nonveg food ) લારી જાહેરમાં લગાવી શકાશે નહી. વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી રીતે લારી લગાવી શકાશે નહી. આ માટે વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation ) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે. વડોદરામાં જાહેર રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી ખસેડવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે અને તેના પર અમલ કરાવવા આદેશ છૂટ્યાં છે. જેના કારણે માત્ર 10 દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ હટાવાશે. રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશને પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે.
જાહેરમાં મટન નહી લટકાવી શકાય
નોનવેજની દુકાનમાં પણ જાહેરમાં મટન નહી લટકાવી શકાય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Corporation ) સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સૂચના આપવામાં આવે છે. સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે, વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે.