વડોદરા: ડભોઇમાં આવેલા ગામ કનાઇડાની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ઘેર બેઠાં અભ્યાસ માટે (No School Building in kanaida) ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ કનાઇડા ગામના બાળકો તેમજ વાલીઓએ ઓનલાઇન શિક્ષણનો પણ બહિષ્કાર (parents boycott online learning) કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સ્કૂલના શિક્ષકોએ રોજેરોજ બાળકોની હાજરીની સંખ્યાનું શિક્ષણ વિભાગને રિપોર્ટિંગ કરવાનું હોય છે, પરંતુ બાળકો આવતા નહીં હોવાથી શિક્ષકો તેમની સંખ્યાને બદલે તાળાબંધી શબ્દ લખીને રિપોર્ટિંગ કરી રહ્યાં છે.
આખરે આવું કેમ કરવું પડ્યું?
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત કનાઇડા પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1 થી 8 માટે આઠ શિક્ષકોની મંજૂરી મળેલી છે, પરંતુ હાલમાં છ શિક્ષકો હાજર છે. કનાઇડા ગામના બાળકો અને વાલીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરતાં (parents boycott online learning) શિક્ષકોની હાલત કફોડી બની છે. દોઢ વર્ષ પહેલાં ડીમોલિશ થયેલી સ્કૂલ ફરી બનાવવામાં આવી નથી (No School Building in kanayda)અને ગામમાં જ્યાં ત્યાં બેસીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાં હતો.