- અન્ય બાળકોને હોમકવોરન્ટાઇન કરાયા છે
- બાળકોની અંદર તાવ, શરદી, ગળામાં દુખાવો જેવા અનેક લક્ષણો દેખાયા
- જેના માતા-પિતા અથવા કેરટેકર કોરોના સંક્રમિત હોય તે બાળકો પોઝિટિવ આવે છે
વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં દૈનિક 5થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવે છે. તે સ્થિતિને પહોંચી વળવા બાળકોની સારવાર માટે નવો કોવિડ કેર ઉભો કરવામાં આવ્યો છે. પીડિયાટ્રીક વિભાગના શીતલ ઐયરે આ અંગે માહિતી આપી હતી.
2 જોડિયા અને એક અન્ય બાળક આઇસોલેશન વોર્ડમાં દાખલ
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે SSG હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના OPDમાં દરરોજ 5થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવે છે. બાળકોની સારવાર માટે નવું એક કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું હતું. પીડિયાટ્રીકના વિભાગના વડા ડૉક્ટર શીલા ઐયરે જાણકારી આપી હતી. હાલમાં 2 જોડિયા અને એક અન્ય બાળક આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. જ્યારે અન્ય બાળકોને હોમ કવોરન્ટાઇન કરાયા છે.
આ પણ વાંચો:વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત
દરરોજ 5 થી 6 બાળકો પોઝિટિવ આવે છે
સયાજી હોસ્પિટલમાં આવેલા પીડિયાટ્રીક વિભાગમાં વડા ડોક્ટર શીલા ઐયરે માહિતી આપી હતી કે, દરરોજ 5થી વધુ બાળકો છેલ્લા કેટલાં દિવસથી પોઝિટિવ આવે છે. જેના માતા-પિતા અથવા કેરટેકર કોરોના સંક્રમિત હોય તે બાળકો પોઝિટિવ આવે છે. બાળકોની અંદર તાવ, શરદી, ગળામાં દુખાવો એવા અનેક લક્ષણો દેખાયા છે. બે જોડિયા બાળકોને છેલ્લા 15 દિવસથી ઝાડા અને ઉલટી થતી હતી. ક્રિટિકલ પોઝિશનમાં બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે નવો કોવિડ વૉર્ડ પીડિયાટ્રીક વિભાગમાં કોવિડ સેન્ટર ઉભુ કરાયું
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં નવજાત બાળકોને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. નવજાત બાળકોની અંદર પણ કોરોનાના લક્ષણો દેખાતા ડૉક્ટર પણ ચિંતામાં મુકાયા છે. નવજાત બાળકોના લોહીના નમૂના પણ લેવામાં આવે છે. એમની સારવાર ખૂબ સાવચેતી પૂર્વક કરવામાં આવતી હોય છે. એડલ્ટ કરતાં પણ વધારે તેમનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. હાલમાં 3 બાળકો પીડિયાટ્રીક વિભાગમાં દાખલ છે અને 5 જેટલા બાળકો હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા સંજીવની અભિયાન શરૂ