વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની કૃષિ, સહકાર વિભાગમાં સચિવ તરીકે બદલી થતાં પી.સ્વરૂપ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયા છે, ત્યારે નવા કમિશનર પી.સ્વરૂપે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી. સ્વરૂપની નિમણૂક કરવામાં આવી છે. બુધવારે પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ગુરૂવારે નવા મ્યુનિસિપલ કમિશનર વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને નવા મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે પાલિકાનો કાર્યભાર સંભાળ્યો હતો.
વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી.સ્વરૂપે સંભાળ્યો ચાર્જ - નવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર
વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની કૃષિ, સહકાર વિભાગમાં સચિવ તરીકે બદલી થતાં પી.સ્વરૂપ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયા છે. નવા કમિશનર તરિકે પી.સ્વરૂપે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે અંગત કારણોસર વડોદરામાંથી બદલી કરવા માટે રાજ્ય સરકારમાં માંગણી કરી હતી. તેઓની માંગણીને ધ્યાનમાં લઇ તેઓની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું કે, હું સરકારનો આભારી છું કે, તેમણે મને સંસ્કારીનગરી વડોદરામાં સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે જ તેમણે સૌ ભેગા મળીને વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપવાનું જણાવ્યું હતું. જોકે વડોદરા શહેરના ખખડધજ થઇ ગયેલા રોડ મામલે હાલ પૂરતું કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.