વડોદરામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પર નજર કરીએ તો આ વરસાદે પાછલા તમામ વર્ષોના વરસાદના રેકોર્ડ તોડી નાખ્યા છે. વડોદરા શહેરમાં ગઇકાલથી શરૂ થયેલા વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. ઘરોમાં પાણી ફેલાતા ફર્નિચર તેમજ ઘરના સામાનને નુકસાન થયું છે.
વડોદરા શહેરમાં 20 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, NDRF દ્વારા બચાવ કાર્ય શરૂ - vadodara rain news
વડોદરાઃ શહેર અને જીલ્લામાં સાંબેલા ઘારે વરસેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. એટલું જ નહી પરંતુ વડોદરામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જતાં શહેરીજનોને વર્ષ 2005માં આવેલા ભારે પૂર અને વરસાદની યાદ તાજી કરાવી દીધી હતી.
![વડોદરા શહેરમાં 20 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, NDRF દ્વારા બચાવ કાર્ય શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4005532-thumbnail-3x2-photo.jpg)
NDRF દ્વારા બચાવ કાર્યો
જો કે ભારે વરસાદને પગલે હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો કે વડોદરા શહેરના મોટાભાગની બ્રિજને જેમા વિશ્વામિત્રી નદી પરથી પસાર થાય તે તમામ બ્રિજને બંધ કરવામાં આવ્યા છે.