ગુજરાત

gujarat

ETV Bharat / city

કરજણ ટોલનાકા પાસેથી NCBએ 3 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું

કરજણ ટોલનાકા પાસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ છટકું ગોઠવીને રૂપિયા 3 લાખના MD ડ્રગ્સ સાથે અમદાવાદના ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડ્યો હતો. આરોપી અસલમ પઠાણ ઓન VVIP ડ્યૂટી મુંબઈ ઈન્ડિયન્સનું સ્ટીકર કારના કાચ પર લગાવી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.

Karjan
Karjan

By

Published : Apr 3, 2021, 12:30 PM IST

Updated : Apr 3, 2021, 2:45 PM IST

  • કરજણ ટોલનાકા પાસે NCBનું ઓપરેશન
  • કારમાંથી 3 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
  • અમદાવાદનાં ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરાઈ

વડોદરા: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને માહિતી મળી હતી કે, મુંબઈથી એક ડ્રગ્સ કેરિયર ઈનોવા કારમાં MD ડ્રગ્સ લઈને વડોદરા તરફ આવી રહ્યો છે. જેને લઈ NCBની ટીમે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈ તરફથી ઈનોવા કાર આવતાં NCBની ટીમે અટકાવી હતી. જે બાદ કારની તપાસ કરતા તેમાંથી અંદાજે રૂપિયા 3 લાખની કિંમતનું 100 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કારમાં સવાર ડ્રગ્સ કેરિયર અસલમ અખ્તરખાન પઠાણને સકંજામાં લીધો હતો.

આ પણ વાંચો :સુરત MD ડ્રગ્સ કેસનું મુંબઈ કનેક્શન, ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

કાર પર ઓન VVIP ડ્યુટી મુંબઈ ઇન્ડિયન્સનું સ્ટીકર લગાવી કરી ડ્રગ્સની હેરાફેરી

NCBની તપાસમાં આરોપી અસલમે મુંબઈથી અમદાવાદ જવા કાર ભાડે કરી હોવાનું જણાવ્યું હતું. આ કાર પર ઓન VVIP ડ્યુટી મુંબઈ ઈન્ડિયન્સનું સ્ટીકર લાગેલું છે, ત્યારે ખરેખર કાર કોની છે ? આ ડ્રગ્સનો જથ્થો કોણે આપ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો ? તેની તપાસ NCB દ્વારા કરવામાં આવી રહી છે. NCBએ કાર ચાલકની પણ પૂછપરછ જારી રાખી છે. નોંધનીય છે કે માર્ચ - 2018માં પણ કરજણ ચાર રસ્તા પાસેથી NCBએ રૂપિયા 1.50 કરોડની કિંમતના 14.5 કિલોગ્રામ ચરસ સાથે ફકીર સલીમશા, હનીફ ફકીર અને અલ્લાહરખા વડોદરાને પકડ્યાં હતા. કાશ્મીરી ડ્રગ્સ માફિયાએ અજમેર ખાતે અલ્લાહરખા અને હનીફને ચરસનો જથ્થો આપ્યો હતો.

Last Updated : Apr 3, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details