ગુજરાત

gujarat

ETV Bharat / city

કાવડ યાત્રામાં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર - નવનાથ મહાદેવનો જળાભિષેક

વડોદરામાં આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે કાવડ યાત્રા યોજાઈ હતી. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો અહીં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. Kavad Yatra in Vadodara, Vadodara Khanderao Market Area, Statue of Adiyogi of Coimbatore.

કાવડ યાત્રામાં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
કાવડ યાત્રામાં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

By

Published : Aug 22, 2022, 1:03 PM IST

વડોદરા આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર (Sravan Month 2022) છે. તે નિમિત્તે શહેરમાં નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રા યોજવામાં (Navnath Mahadev Kavadyatra Committee) આવી હતી. સાથે જ વડોદરાનું રક્ષણ કરનારા નવનાથ મહાદેવનો જળાભિષેક (Jalabhishek of Navnath Mahadev) કરવામાં આવ્યો હતો. તો આ કાવડ યાત્રામાં 30 મહિલાઓ સહિત 450થી વધુ યાત્રાળુઓ જોડાયાં હતા.

યાત્રામાં ઉમટી ભક્તોની ભીડ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ (Navnath Mahadev Kavadyatra Committee) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું (Kavad Yatra in Vadodara) આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં (Khanderao Market Area) આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

યાત્રામાં ઉમટી ભક્તોની ભીડ

આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્રહરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વમાં શરૂ થયેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ કાવડ યાત્રામાં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો1500 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી તિરંગા યાત્રાનું કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત

વિવિધ સ્થળોએ કાવડ યાત્રાનું સ્વાગત નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ (Navnath Mahadev Kavadyatra Committee) દ્વારા આજે નવમી કાવડ યાત્રા યોજવામાં આવી (Kavad Yatra in Vadodara) હતી, જેમાં 30 મહિલાઓ, 150 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, 20 સિનિયર સિટીઝન સહિત 450થી યાત્રીઓ સામેલ થયા હતા. 32 કિલોમીટર લાંબી આ કાવડ યાત્રામાં (Kavad Yatra in Vadodara) હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ આ કાવડ યાત્રામાં ડભોઈથી પ. પૂ. વિજયજી મહારાજ ચણોદમાં નર્મદાનું નીર લઈ વડોદરા આવ્યા હતા. અહીં તેમણે સૌપ્રથમ સિદ્ધનાથ મહાદેવ શિવલિંગનો અભિષેક કરી કાવડ યાત્રાનો પ્રારંભ (Kavad Yatra in Vadodara) કરાવ્યો હતો.

આ પણ વાંચોકેદીઓની તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

વડોદરાના રક્ષક ઉલ્લેખનીય છે કે, નવનાથ મહાદેવ એ વડોદરા શહેરના રક્ષક દેવ છે. આ નવનાથ મહાદેવનો વર્ષમાં એક વખત સામૂહિક તેમના દર્શન કરીને જળાભિષેક કરી ઋણ ઉતારવું એ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિનો (Navnath Mahadev Kavadyatra Committee) ઉદ્દેશ રહ્યો છે. આ કાવડ યાત્રામાં નવનાથ મહાદેવ કાવડ યાત્રાના પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

દેવતાઓએ શરૂ કરી હતી કાવડ યાત્રા કાવડ યાત્રાનું મહત્વ સમજાવતા વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, મહાદેવની કોઈ પણ કથાઓનું વર્ણન ન કરી શકાય પરંતુ કાવડયાત્રા એ દેવતાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પૃથ્વી પર પનોતીને નાશ કરવા અને મહાદેવને ખૂશ કરવા નીકળવામાં આવે છે. મહાદેવનો જળાભિષેક કરવાથી કોઈ પણ જીવની પનોતી દૂર થાય છે.

ABOUT THE AUTHOR

...view details