- અન્નનો ત્યાગ કરી નર્મદા જળ જ ગ્રહણ કરી નર્મદા બચાવ અભિયાન
- 421 દિવસથી નર્મદા કિનારાના નાના મોટા ગામમાં પરિક્રમા કરી
- નર્મદા બચાવો સંકલ્પ સાથે પરિક્રમા
વડોદરાઃ નર્મદા બચાવોના સંકલ્પ સાથે પરિક્રમા (Narmada Parikrama) કરી રહેલા સમર્થ સદગુરુ ભૈયાજી (Sadguru Bhaiyaji) યાત્રાધામ ચાંદોદ ખાતે આવી પહોંચતા રેવા સેવા સમિતિ તેમજ ગામના નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે સતત 421 દિવસથી પાણી નર્મદા બચાવનાર સંકલ્પ સાથે પરિક્રમા કરેલ સમર્થ સદગુરુ ભૈયાજી યાત્રાધામ ચાંદોદ નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા. તેઓએ નર્મદા નદી શુદ્ધ (Pollution in Narmada river) રહે તેઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને નર્મદા માતાજીની દિવ્ય આરતીનો લાભ લીધો હતો.
421 દિવસથી નર્મદા કિનારાના નાના મોટા ગામમાં પરિક્રમા કરી જનજાગૃતિ માટે અનુરોધ
અમરકંટકના પહાડોમાંથી વહેતી અને ભરૂચના દરિયાને મળતી પતિતપાવની નર્મદાજીની વર્તમાન દૈન્ય પરિસ્થિતિ નિહાળી નર્મદા પ્રદૂષણ મુક્ત (Pollution in Narmada river) રહે તે અર્થે પ્રકૃતિ ઉપાસક સમર્થ સદગુરુ ભૈયાજી (Sadguru Bhaiyaji) નર્મદાને બચાવવાના અભિયાન સાથે અન્ન આહારનો ત્યાગ કરી માત્ર નર્મદા નદીનું જળ ગ્રહણ કરીને સતત 421 દિવસથી નર્મદા કિનારાના નાના મોટા ગામમાં પરિક્રમા (Narmada Parikrama) કરીને ગામના નગરજનોને નર્મદા નદીમાં સ્વચ્છતા રહે તે માટે જનજાગૃતિ માટે અનુરોધ કરી રહ્યા છે. નર્મદા કિનારે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ભૈયાજીએ નર્મદાજીનું રક્ષણ કેવી રીતે કરવું અને નર્મદાજીને સ્વચ્છ કેવી રીતે રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ પણ વાંચોઃ The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા
આ પણ વાંચોઃ અમદાવાદના દિવ્યાંગ મહંત બાઈક પર નર્મદા પરિક્રમા અર્થે નીકળ્યા