વડોદરા- વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાએ ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા (Nafisa Suicide Case)કરી લીધાની ઘટનાના પાંચ દિવસ બાદ આખરે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા રમીઝ શેખ (Accused Rameez Sheikh)સામે વડોદરાના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો (Complaint in Tandalja suicide case) નોંધાયો છે. વડોદરા પોલીસે આરોપી સામેની કાર્યવાહી અંગે વધુ માહિતી આપી હતી.
વડોદરા પોલીસે આરોપી રમીઝને લઇને વધુ માહિતી આપી આ પણ વાંચોઃ નફીસા આત્મહત્યા કેસમાં તપાસ કરવામાં પોલીસને રસ જ નથી કે શું...
નફીસાની નાની બહેન દ્વારા વડોદરા પોલીસમાં રમીઝ શેખ સામે નોંધાવાયેલી ફરિયાદ શબ્દશ: આ પ્રમાણે છે.
સુલતાના ખોખરે ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પિતા ઉ.વ.૫૬ ના છે જેઓ માનસીક અસ્થીર છે મારી માતા ના મે સઈદાબેન જે ચાર વર્ષ પહેલા મરણ ગયેલ છે. અમો મારા માતા-પિતાની કુલ સાત સંતાન છીએ જેમાં સૌથી મોટી બહેન નામે અફસાના ઉ.વ.૩૪ ની છે જેના લગ્ન થઈ ગયેલ છે જે તેની સાસરીમા રાજકોટ ખાતે રહે છે. તેનાથી નાની બહેન નામે યાસ્મીન ઉ.વ.૩૨ ની છે જેના લગ્ન થઈ ગયેલ છે જે તેની સાસરી પાદરી ખાતે રહે છે. તેનાથી નાની બહેન નામે રેશ્મા જેના લગ્ન થઈ ગયેલ છે જે તેની સાસરીમા વડુ, ભોજ ખાતે રહે છે. તેનાથી નાની બહેન નામે નફીસા ઉ.વ.25 ની હતી જે નુરજહા પાર્કમાં ભાડાના મકાનમાં એકલી રહીતી હતી. અને તેનાથી નાની હું પોતે છું અને મારાથી નાનો ભાઇ નામે સાબીર ઉ.વ.25 નો છે જે મકરપુરા .આઇ.ડી.સી. ખાતે કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેનાથી નાનો ભાઇ નામે સમીર ઉ.વ.૧૩નો છે. જે તાંદલામાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે.
અમારૂં રહેણાકનુ મકાન નાનું હોય જેથી મારી બહેન નાફીસા મારી મોટી બહેન યાસ્મીન સાથે રહેતી હતી. ત્યારબાદ સને-2020 થી મારી બહેન તાંદલજા રીઝવાન ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને તે દરમ્યાન તે અમારા ઘરે મળવા આવતી જતી હતી અને મારી સાથે મોબાઈલ ઉપર વાતોચીતો પણ કરતી હતી. તે દરમ્યાન આ મારી બહેન નફીસાએ મને જણાવેલ કે "હું રમીઝ શેખ નામનો છોકરો કે જે અમદાવાદનો છે અને વડોદરા ખાતે નોકરી કરે છે તેની સાથે રીલેશનશીપમાં છું અને તેની સાથે હું વાતચીત કરું છું. તેવી હકીકત મને જણાવેલ અને મારી બહેન નફીસાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલા મને જણાવેલ કે "રમીઝ અહેમદભાઇ શેખ રહે, દાણીલીમડા, અમદાવાદ મારી સાથે લગ્ન કરવાનો છે અને અમ બન્ને લીવ ઇન રીલેશનશીપમાં રહીએ છીએ. હું આ રમીઝના ઘરે અમદાવાદ ખાતે અવાર-નવાર તેની સાથે ગયેલ છું અને રમીઝ પણ રજાના દિવસે મારી રૂમ પર આવી મારી સાથે રહે છે."
ત્યારબાદ આજથી આશરે ચાર માસ પહેલા મોડી રાત્રીના મારા ભાઈ સાબીરના ફોન ઉપર મારી બહેન નફીસાનો ફોન આવેલ અને જણાવેલ કે મને પેટમાં દુખે છે જેથી હું અને મારો ભાઇ સાબીર નુરજહા પાર્કમાં ગયા હતા અને મારી બહેન નફીસાને ગેલેક્ષી હોસ્પિટલ ખાતે લઇ જતા ત્યા તેણે મને જણાવેલ કે રમીઝે મને લગ્ન કરવાની ના પાડેલ છે જેથી મેં દવા પીધેલ છે. તેવી હકીકત મને જણાવેલ જેથી મેં રમીઝને આ બાબતે જાણ કરતા રમીઝના પરિવારવાળા ગાડી લઇને હોસ્પિટલમાં આવેલ અને તેઓએ રમીઝને સમજાવવા માટે જણાવેલ હતુ અને ત્યારબાદ મારી બહેન નફીસા અને રમીઝ બન્ને એકબીજાની સાથે સારી રીતે વાતચીત કરતા હતા.
તે દરમ્યાન રમીઝે મારી બહેન નફીસા સાથે રમઝાન મહિના બાદ લગ્ન કરવાની વાત કરેલ હતી અને ત્યારબાદ તા. 14/06/2022 ના રોજ સવારના અમદાવાદ, રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાંથી મારા ફોન ઉપર ફોન આવેલ અને મને જણાવેલ કે “તમારા બહેન નફીસા સાબરમતી રીવરફ્રન્ટમાંથી કૂદી મરી જવાનો પ્રયાશ કરેલ છે અને અમો તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ" જેથી હું તથા મારી મોટી બહેન યાસ્મીન અને મારા બનેવી ઇલ્યાસભાઇ અમદાવાદ ખાતે ગયા હતા. મારી બહેનને જઈને મળતા મને જણાવેલ કે "હું રમીઝને મળવા માટે તેના ઘરે ગયેલ હતી અને રમીઝ ઘરે ના મળતા મેં રમીઝને ફોન કરતા મને જણાવેલ કે મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી, મારે તારી સાથે લગ્ન કરવા નથી. જેથી મે તેને વિનંતી કરેલ કે સબંધ તોડવાથી મારે સમાજમાં જોવા જેવુ નહી રહે, નીકળવા જેવુ નહી રહે અને હું હેરાન થઈ જઈશ. તેણે મને જણાવેલ કે તારે મરી જવુ હોય તો મરી જા એવી વાત કરેલ મને મનમાં લાગી આવતા હું સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જઈ નદીમાં કુદી ગઇ હતી.
ત્યારબાદ અમો મારી બહેનને અમારા ઘરે રહેવા માટે લઈ આવેલ અને રમીઝે તેને લગ્ન કરવાની ના પાડેલ હોય જેથી મારી બહેન ડીપ્રેશનમાં રહેતી હતી. ગત તા.19/06/2022 ના રાત્રીના અગીયારેક વાગે મારી બહેને મને જણાવેલ કે મને ઉંઘ નથી આવતી. હું નુરજહા પાર્ક ખાતે જઈ સુવા માટે જાવ છુ તેમ જણાવી જતી રહેલ. ત્યારબાદ સવારના દસેક વાગ્યાના સુમારે મારી બહેનની મિત્ર શબનમ અમારા ઘરે આવેલ અને જણાવેલ કે નફીસાએ તેની રૂમ ઉપર ગળેફાસો ખાઈ લીધેલ છે. જેથી અમો તાત્કાલીક ત્યા જઈ જોતા મારી બહેન નફીસાએ છત ઉપર લાગેલ પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળેફાસો ખાઈ મરણ ગયેલી હાલતમાં સુવડાવેલ હતી. આ મારી બહેન નફીસાને રમીઝ અહેમદભાઇ શેખે લગ્ન કરવાની વાત કરી તેની સાથે લગ્ન નહીં કરે તેવુ કહી તેને મરવા માટે મજબુર કરતા મારી બહેન તેના કારણે ગળેફાસો ખાઈ મરેણ ગયેલ છે.
આ પણ વાંચોઃ -આત્મહત્યા પહેલા યુવતીએ ઉતાર્યો વીડિયો, જોઈને હૃદય કંપી ઉઠશે
જેથી સને-2020 થી આ રમીઝ અહેમદભાઇ શેખ રહે, દાણીલીમડા, અમદાવાદ નાએ મરણ જનાર મારી બહેનને વિશ્વાસ આપેલ કે હું તારી સાથે લગ્ન કરીશ અને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યા બાદ ફરી જઈ મારી બહેન સાથે સબંધ તોડી નાખેલ. જેના કારણે મારી બહેને વિનંતી કરેલ કે સબંધ તોડવાથી મારે સમાજમાં જોવા જેવુ કે નીકળવા જેવુ નહી રહે અને હું હેરાન થઈ જઈશ તેમ છતા રમીએ કોઈ પણ પ્રકારની દરકાર નહી કરી અને આ અ ગાઉ પણ એ વખતે મારી બહેને રમીઝના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો અને રમીઝ પોતે જાણે છે કે તે જીવી શકે તેમ નથી તેમ છતા તેણે પોતે કોઈ દરકાર ના રાખી અને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરતા જેના કારણે મારી બહેન પોતાની જિંદગી ગળે ટુંપો ખાઈ ટુકાવી દીધેલ હોય. જેથી મારી આ રમીઝ શેખની વિરુધ્ધમાં કાયદેસર તપાસ થવી ફરીયાદ છે. મારા પુરાવા મારી ફરીયાદમાં જણાવેલ તેમજ પોલીસ તપાસમાં નીકળી આવે તે વિગેરે છે. એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મજબની બરાબર અને ખરી છે.