વડોદરા:વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાના જ વિસ્તારમાં રહેતી પ્રેમિકાના (Vadodara police AD) ઘરે રાત્રે ગયો હતો. દરમિયાન મોડી રાત્રે પ્રેમિકાના ઘરમાંથી તે બેભાન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયો હતો. આ બનાવની જાણ પરિવારને થતાં પરિવારજનો યુવતીના ઘરે દોડી ગયા હતા. બેભાન યુવાનને સયાજી હોસ્પિટલમાં (mysterious death Case) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારજનોએ યુવાનના મોત અંગે હત્યાની શંકા સેવી છે. જોકે, પોલીસે (Navapura police) હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરા યુવાનનું રહસ્યમય મોત, પ્રેમિકાના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ - Identify dead body
વડોદરામાંથી પોલીસની કસોટી (Vadodara police AD) કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીકાના ઘરેથી યુવાનનો લોહી નીતરતી હાલતમાં મૃતદેહ (mysterious death Case) મળી આવતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. આ કેસમાં પોલીસે કાયદેસરના પગલાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.
રીપોર્ટ બાકીઃ તે સાથે પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોષ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવાનના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીને વિસ્તારમાં જ રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે બંનેના પરિવારજનોને જાણ હતી. રાત્રે હર્ષ યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન રાત્રે અઢી વાગ્યાના સુમારે હર્ષ રહસ્યમય રીતે બેભાન થઇ ગયો હતો. આ બનાવની જાણ હર્ષના પરિવારજનોને થતાં પરિવાર યુવતીના ઘરે દોડી ગયું હતું. પરિવારે પુત્ર હર્ષને ગુમાવનાર માતા નયનાબહેને ભારે આંક્રદ કરતા જણાવ્યું હતું કે, મારા છોકરાને યુવતી સાથે બે વર્ષ પહેલાં પ્રેમ હતો.
પ્રેમનો મામલોઃ પરિવારજનોએ કહ્યું કે, મારો છોકરો યુવતીના ઘરે ગયો હતો. અને લોહી નીતરતી હાલતમાં મળી આવ્યો હતો. મને ન્યાય જોઇએ. બસ એકજ માંગણી છે. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે હર્ષ સોલંકીનો મૃતદેહ લેવા માટે માતા-પિતા સહિત પરિવારજનો અને વિસ્તારના લોકો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં હર્ષના કાકા મહેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હર્ષ મારો ભત્રીજો છે. હર્ષ અને યુવતી વચ્ચે બે વર્ષ પહેલાં પ્રેમ હતો. એક વર્ષ પહેલાં તેઓ લગ્ન કરવાના ઇરાદે ભાગી પણ ગયા હતા. પરંતુ, પરિવારજનોની તેઓના લગ્ન મંજૂર ન હોવાના કારણે બંને પરત ફર્યા હતા.