ગુજરાત

gujarat

ETV Bharat / city

Murder accused absconding in Vadodara : હત્યાના ગુનાનો આરોપી કેદી સયાજી હોસ્પિટલમાંથી ફરાર - વડોદરા ક્રાઈમ ન્યૂઝ

હત્યાના ગુનાનો આરોપી વડોદરાની જાપ્તા પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ફરાર આરોપીને (Murder accused absconding in Vadodara ) ઝડપી લેવા પોલીસે દોડધામ કરી મૂકી છે.

Murder accused absconding in Vadodara : હત્યાના ગુનાનો આરોપી કેદી સયાજી હોસ્પિટલમાંથી ફરાર
Murder accused absconding in Vadodara : હત્યાના ગુનાનો આરોપી કેદી સયાજી હોસ્પિટલમાંથી ફરાર

By

Published : Jan 17, 2022, 4:08 PM IST

વડોદરાઃ વડોદરાની જાપ્તા પોલીસને ચકમો આપી કેદી ફરાર (Vadodara Crime News ) થઇ ગયો હતો. આરોપી અંકલેશ્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતો અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવાની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત બગડતા ગત 12 મી તારીખે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Aaccused Absconding From SSG Hospital) સારવાર માટે જાપ્તા પોલીસ બંદોબસ્ત સાથે દાખલ કરવામાં આવ્યો હતો. ગત મોડી રાત્રે 8 થી 8:30 વાગ્યાની આસપાસ હત્યાનો આરોપી અનિલ ઉર્ફ માઇકલ તકનો લાભ લઇ જાપ્તા પોલીસને (Murder accused absconding in Vadodara ) ચકમો આપી ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ બાદ વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે આરોપી સજા ભોગવી રહ્યો હતો.

પોલીસકર્મીની બેદરકારી જણાઈ આવશે તો તેઓની સામે કાનૂની રાહે કાર્યવાહીની સાથે ફરિયાદ પણ દાખલ થશે

આ પણ વાંચોઃ Drugs Chapter: સૌરાષ્ટ્રના 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે ઈસમોને ATS એ ઝડપી પાડ્યા

પોલીસકર્મીની બેદરકારી હશે તો કાર્યવાહી થશે : ડીસીપી

હત્યાના ગુનામાં ઝડપાયેલ કાચા કામનો કેદી અનિલ ઉર્ફ માઇકલ સયાજી હોસ્પિટલના બિછાનેથી સારવાર દરમિયાન ફરાર થઇ ગયાની જાણ જાપ્તા પોલીસને કરવામાં આવતા આ બનાવને પગલે રાવપુરા પોલીસ મથકમાં જાણ (Vadodara Crime News ) કરી હતી. જેથી રાવપુરા પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર પોલીસને (Aaccused Absconding From SSG Hospital) કરી હતી. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. આ અંગે ઝોન 3 ડીસીપી જયરાજસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હતો. ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ તેને બીમારીવશ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે કુલ ચાર પોલીસકર્મી સાથેના જાપ્તાને ચકમો આપી આરોપી ફરાર થઇ ગયો છે. આ મામલે પોલીસકર્મીની બેદરકારી જણાઈ આવશે તો તેઓની સામે કાનૂની રાહે કાર્યવાહીની સાથે ફરિયાદ પણ દાખલ થશે. હાલ આરોપીને (Murder accused absconding in Vadodara )ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details