- વડોદરા કમિશ્નરના ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બઢતી સાથે બદલી
- કમિશ્નરે કાર્યકાળની અંતિમ બેઠકો યોજી કામો અંગે ચર્ચા-વિચારણા કરી
- અધિકારી અને પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત બાદ વિદાય આપી
વડોદરા: મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પીની ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ દરમિયાન, ગઇકાલે તેઓએ અધિકારી અને પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકામાં પોતાના કાર્યકાળની અંતિમ બેઠકો યોજી કામો અંગે ચર્ચા-વિચારણા બાદ જરૂરી નિર્ણયો લીધા હતા. આ દરમિયાન શનિવારે તેઓએ મેંયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા અને દંડક ચિરાગ બારોટ સાથે શુભેચ્છા મુલાકાત કરીને વિદાય આપી હતી.
આ પણ વાંચો:વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ શાલિની અગ્રવાલને સોંપાયો