વડોદરા- એક સ્થળથી બીજા સ્થળે રોજીરોટીની તલાશમાં જતાં શ્રમિકો માટે ઘર નામનો શબ્દ ખૂબ સોહામણો છે. ત્યારે તેમને માટે સાચે જ તેમની જેમ જ હરતુંફરતું ઘર હોય એવા ખબર મળી રહ્યાં છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MSU Students Project) સંશોધક વિદ્યાર્થિની અનીશા શેખે (anisha shaikh ) તેમના રિસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે ઘરવિહોણા શ્રમિકોને ટકાઉ જીવનધોરણ (Sustainable Living) મળે તેવા હેતુથીે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય એવા, પોર્ટેબલ અને મૂવેબલ આવાસોની ડીઝાઈન (Research work envisioning portable and movable housing) બનાવવામાં આવી છે.
એકથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય તેવા આવાસ બનાવવામાં ઉપયોગી ડીઝાઇન હિજરતી શ્રમિકો માટે ખૂબ ઉપયોગી - વડોદરા શહેરની બાંધકામ સાઈટ્સ, કારખાના, રસ્તા,પુલો અને અન્ય બાંધકામોના સ્થળો પર મોટી સંખ્યામાં હિજરતી શ્રમિકો કામચલાઉ આવાસ બનાવીને રહેતા હોય છે. તેમના માટે આ મૂવેબલ આવાસોની ડીઝાઈન (Design of Portable Accommodation ) ધરાવતાં ઘર એકથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય તેવા આવાસબનાવવામાં ઉપયોગી થઇ પડે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ Pride Of Gujarat : અમેરિકાની યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું રીસર્ચ પેપર, કોણે કર્યું અને શું વિષય છે જૂઓ
સુવિધાજનક હાઉસિંગ મોડેલ -અનીશા શેખે (anisha shaikh ) વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS University of Vadodara ) અનુસ્નાતક શિક્ષણના ભાગરૂપે ડો.રીના ભાટિયા અને ડો. સુકૃતિ પટેલના માર્ગદર્શન હેઠળ આ સુવિધાજનક હાઉસિંગ મોડેલ તૈયાર કર્યા છે. તેના નિર્માણ માટે જરૂરી ભંડોળ સેવા સંસ્થા દીપક ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. યુઝર ફ્રેન્ડલી અને પોષાય તેવી સામગ્રીમાંથી શ્રમિકોને કામચલાઉ પણ સુવિધાજનક (Sustainable Living) આવાસો આપી શકાય એ રીતે આ મોડેલ (Design of Portable Accommodation ) વિકસાવવામાં આવ્યા છે.
આ છે રીસર્ચ વર્ક- અનીશાએ (anisha shaikh ) મૂવેબલ આવાસોની ડીઝાઈન (Design of Portable Accommodation ) બનાવવાની જહેમત ઉઠાવવા માટે શ્રમિકો બહુધા કઈકઇ ખુલ્લી જગ્યાઓએ કામચલાઉ અને સુવિધા વગરના કાચા પાકા આવાસો બનાવીને રહે છે તેની આંકડાકીય વિગતો મેળવી હતી. જે બાદ અનીશાએ વડોદરામાં એવી પાંચ જગ્યાઓએ બનાવી શકાય એવા પોર્ટેબલ અને મૂવેબલ આવાસોની ડીઝાઈન પોતાના (MS University of Vadodara ) અનુસ્નાતક શિક્ષણના ભાગરૂપે બનાવી છે. આ વિદ્યાર્થિની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના કલોથીંગ એન્ડ ટેક્સટાઇલ્સ (Faculty of Family and Community Sciences Clothing and Textiles Department )વિભાગમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચોઃઅકસ્માત નહીં નિયમ નડ્યો : MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા ન દીધી
મૂવેબલ આવાસોની ડીઝાઈનમાં શું વાપરી શકાય- વેબલ આવાસોની ડીઝાઈનમાં (Design of Portable Accommodation ) સ્થળની અનુકૂળતા અનુસાર તાડપત્રી, વોટરપ્રૂફ પોલીયુરેથીન,બારીઓ મૂકવા માટે પ્લાસ્ટિક અને પોલિએસ્ટર નેટ, હળવા વજનનું અને વોટરપ્રૂફ છત્રીનું કાપડ, ફ્લેક્ષ,રસોડા માટે અગ્નિ પ્રતિરોધક સામગ્રી ઇત્યાદિના ઉપયોગથી આ ડીઝાઇનો બનાવવામાં આવી છે. તેમાં જે તે સ્થળમાં ઉપલબ્ધ જગ્યા અનુસાર સેનીટેશન, હવાની અવરજવર, સારો દેખાવ અને અન્ય ઘરેલુ સુવિધાઓની જોગવાઈ રાખવામાં આવી છે. તો ખર્ચ શક્ય તેટલો ઓછો રહે તેની કાળજી લેવામાં આવી છે. વિવિધ વાતાવરણીય પરિસ્થિતિઓ હેઠળ તેના ટકાઉપણાની કસોટી (Sustainable Living) અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી છે. આ એક સારો પ્રયાસ છે જે હિજરતી અને કામચલાઉ વસવાટ કરતા શ્રમિકોની આવાસ સંબંધિત મુશ્કેલીઓ હલ કરવા માટે દિશાસૂચક બની શકે છે.