ગુજરાત

gujarat

ETV Bharat / city

કમળની દાંડીના રેષામાંથી મહિલાઓને કાપડ વણાટ શીખવતી MSU વિદ્યાર્થિની - MSU student Sumi Haldar

કમળના થડના રેષામાંથી (lotus stem thread) પર્યાવરણ મિત્ર કાપડ (cloth weaving) બને છે. તેમાંથી બનાવેલી સાડીઓ, થેલા અને કલાત્મક ચીજવસ્તુઓ મનમોહક હોય છે. તેની સાથે કચરામાં વધારો કરતા કેળના થડનો આવક અને રોજગારી આપતો ઉપયોગ થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (Maharaja Sayajirao University) વિદ્યાર્થિની સુમી હાલદાર (MSU student Sumi Haldar) દ્વારા આ રેષામાંથી કાપડ બનાવવામાં આવી રહ્યું છે.

કમળની દાંડીના રેષામાંથી મહિલાઓને કાપડ વણાટ શીખવતી MSU વિદ્યાર્થિની
કમળની દાંડીના રેષામાંથી મહિલાઓને કાપડ વણાટ શીખવતી MSU વિદ્યાર્થિની

By

Published : Aug 1, 2022, 5:41 PM IST

વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની (Maharaja Sayajirao University)સંશોધક વિદ્યાર્થિની સુમી હાલદાર (MSU student Sumi Haldar) કેળના થડની માફક કચરા ભેગી થતી કમળ પુષ્પોની દાંડીઓના રેષામાંથી (lotus stem thread) માનવ ત્વચાને સાનુકૂળ અને કચરામાંથી કાંચનની વિભાવના સાકાર કરતું કાપડ (cloth weaving)બનાવીને વસ્ત્ર ઉદ્યોગને ભેટ આપવાની સાથે તેને મહિલા રોજગારી અને સશક્તિકરણનું માધ્યમ બનાવવાનો આવકાર્ય પ્રયાસ કરી રહી છે.

વસ્ત્ર ઉદ્યોગને ભેટ આપવાની સાથે તેને મહિલા રોજગારી અને સશક્તિકરણનું માધ્યમ

વિવિધ ફૂલ વિક્રેતાની મદદ લીધી-સુમી (MSU student Sumi Haldar) ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ક્લોથીંગ એન્ડ ટેકસટાઇલ વિભાગમાંથી પી.એચ.ડી. (Maharaja Sayajirao University)કરી રહી છે. જેના ભાગરૂપે પણ નકામો કચરો ગણાતા કમળના દાંડલામાંથી રેષા (lotus stem thread) મેળવીને અન્ય પ્રકારના કાપડ સાથે તેને ભેળવીને નવા પ્રકારનું કાપડ (cloth weaving)બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આ નાજુક પ્રક્રિયા હાથ વડે કરી પછી મળેલા રેષા બોબીન પર લપેટવામાં આવે છે.

ક્યારે શરુ કર્યું કામ - સુમી હાલદારે (MSU student Sumi Haldar)આ પ્રોજેક્ટ તેના ગાઈડ ડો.મધુ શરણના માર્ગદર્શન હેઠળ કર્યો છે.2018માં તેને કમળ દંડમાંથી રેષા (lotus stem thread) મેળવી કાપડ (cloth weaving)બનાવવાનો વિચાર સૂઝ્યો અને એણે અનુસ્નાતકિય શિક્ષણના બીજા વર્ષમાં 2019માં તેના પર કામ શરૂ કર્યું. કમળ દાંડીઓ મોટા પ્રમાણમાં અને સતત મેળવવા ખંડેરાવ માર્કેટનાં ફૂલ વિક્રેતાઓની મદદ લીધી.

આ પણ વાંચોઃ Anti Radiation Fabric : સુરતમાં તૈયાર સ્માર્ટ ફેબ્રિક લોકોને રેડિયેશનથી સુરક્ષિત રાખશે, જાણો ખાસિયત

પ્રખ્યાત વણાટ કારીગરોની મદદ- આ લોકોએ એનો પરિચય કમળની ખેતી કરતા ખંડ સમયના શિક્ષક ઈશાભાઇ રાઠોડ સાથે કરાવ્યો જેઓ ગુલાબી અને સફેદ કમળ છેક હરિદ્વાર સુધી મોકલે છે. આ વિદ્યાર્થિનીએ (MSU student Sumi Haldar)દાંડલીઓનો પુરવઠો મેળવવા કમળ ઊગે છે તેવા વિવિધ તળાવોની મુલાકાત પણ લીધી. આ તમામ જહેમત અને મથામણના અંતે રસાયણ મુક્ત અને માનવ ચામડીને અનુકૂળ કાપડ (cloth weaving)બનાવવામાં સફળતા મેળવી. એમણે ભૂજોડીના પ્રખ્યાત વણાટકામ કારીગરોની તેના માટે મદદ લીધી. આ કામમાં (lotus stem thread) ઉપયોગી યંત્ર બનાવવા એણે એક ખ્યાતનામ કંપનીમાં કામ કર્યું. આ યંત્રની હવે પેટન્ટ મેળવવાની છે.

આ પણ વાંચોઃ સુરતથી બિહાર માટે પહેલી ટેક્સટાઇલ સ્પેશિયલ ટ્રેન રવાના, કાપડ બજારને થશે ફાયદો

એનજીઓની 10 મહિલાઓને તાલીમ આપી - હેપ્પી ફેસિસ એન.જી.ઓ.ની પણ સુમી હાલદારે (MSU student Sumi Haldar) આ કામમાં મદદ લીધી છે. 10 જેટલી મહિલાઓને દાંડીમાંથી રેષા (lotus stem thread) કાઢવાની તાલીમ આપી છે. આ એવી બહેનો છે જેમના પરિવારો કોરોના કાળમાં રોજગારીની મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં. આ પ્રયોગને (cloth weaving) વાયેબલ બનાવવાનું કામ હજુ ચાલુ છે. ઘણી પરિષદોમાં તેને લગતા પેપર રજૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details