ગુજરાત

gujarat

ETV Bharat / city

MSU Senete Election Result: M.S. યુનિવર્સીટીના સેનેટ ઇલેક્શનમાં ટીમ MSUએ મારી બાજી - University Head Office

વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની (M.S. University Vadodara) સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠકના પરિણામ જાહેર થયા (MSU Senete Election Result) હતા, જેમાં ટીમ MSUના ફાળે 4, કોંગ્રેસ પ્રેરિત 3 અને ભાજપ પ્રેરિત સંકલન સમિતિના 2 ઉમેદવારોનો વિજય થયો હતો, જેમા ટીમ MSUએ મારી બાજી મારી હતી.

MSU Senete Election Result: M.S. યુનિવર્સીટીના સેનેટ ઇલેક્શનમાં ટીમ MSUએ મારી બાજી
MSU Senete Election Result: M.S. યુનિવર્સીટીના સેનેટ ઇલેક્શનમાં ટીમ MSUએ મારી બાજી

By

Published : Dec 21, 2021, 1:34 PM IST

વડોદરા:વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના (M.S. University Vadodara) સેનેટના ઇલેક્શનમાં રજીસ્ટર્ડ ગેજ્યુએટ કેટેગરીની 5 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ બાકી રહેલી 9 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું (Senate elections) હતું. જેમાં 8 બેઠક પર ભાજપ પ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે 3 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તો ટીમ MSUએ 7 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જે 9 બેઠકોની મત ગણતરી સોમવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમ MSUના ચાર ઉમેદવારોની જીત (MSU Senete Election Result) થઈ હતી.

MSU Senete Election Result: M.S. યુનિવર્સીટીના સેનેટ ઇલેક્શનમાં ટીમ MSUએ મારી બાજી

આ ઉમેદવારનો વિજય થયો હતો

હોમસાયન્સની બેઠક (HomeScience) પર અભિલાષા અગ્રવાલ, આર્ટસની બેઠક (Faculty of Arts) પર દિનેશ યાદવ, પરફોર્મિંગ આર્ટસની (Faculty of Performing arts) બેઠક પર વિનોદ પટેલ, લોની બેઠક પર અવધૂત સુમનનો વિજય થયો હતો, જ્યારે 3 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો હતો, જેમાં સોશિયલ વર્કની બેઠક પર કપિલ જોષી, કોમર્સની બેઠક પર અમર ઢોમસે, ટેકનોલોજીની બેઠક પર નરેન્દ્ર રાવત જ્યારે માત્ર 2 બેઠક પર ભાજપ પ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારનો વિજય થયો હતો, જેમાં ફાર્મસીની બેઠક પર હસમુખ વાઘેલા અને ફાઈન આર્ટસની બેઠક પર બિપિન પટેલનો વિજય થયો હતો.

વિજેતાઓ મતદાતાઓનો માન્યો આભાર

સેનેટની ચૂંટણીમાં રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 બેઠકો માટે બપોરે 12 વાગે મતગણતરી શરૂ થઈ હતી, જે બાદ એક પછી એક પરિણામ આવવાની શરૂઆત થઈ હતી, જ્યાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા આતશબાજી અને એકબીજા મો મીઠા કરાવી ઉજવણી કરાઈ હતી, જ્યાં ડીજેના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા.

મતગણતરી દરમ્યાન રાજકીય નેતાઓનો જમાવડો

મતગણતરી ચાલી રહી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ યુનિવર્સીટી હેડ ઓફીસ (University Head Office) ખાતે ઉમટ્યા હતા. ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ પાર્થ પુરોહિત સહિત ભાજપના અગ્રણીઓનો નજરે પડ્યા હતા, તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓનો પણ જમાવડો હતો.

ફટાકડાના કારણે ઝાડમાં લાગી આગ

વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા એમ.એસ.યુનિવર્સીટીની હેડ ઓફીસ ખાતે જ આતશબાજી કરવામાં આવી રહી હતી, ત્યારે ફટાકડાના કારણે ઝાડમાં આગ લાગતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બને તે અગાઉ યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

શું વિજયની હઠે જીગરને જીતાડ્યો?

ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ કાર્યાલય ખાતેથી શહેર પ્રમુખ ડો. વિજય શાહે સંકલન સમિતિના ઉમેદવારોની જાહેરાત કરી હતી, તો ટીમ MSUના સો. જીગર ઈનામદાર સાથેના ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં હતા, જીગર ઈનામદાર ભાજપના પણ કાર્યકર્તા છે, ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપના જંગ છેડાયો હતો, જેમાં ટીમ MSUએ 9 પૈકી 4 બેઠકો કબ્જે કરી હતી. ત્યારે વિજયની હઠે જીગરને જીતાડ્યો હોવાની શૈક્ષણિક જગતમાં ચર્ચા છે.

આ પણ વાંચો:

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભ્યની ચૂંટણીમાં 'આપ' ઝંપલાવશે, ઇસુદાન ગઢવીએ કરી જાહેરાત

પાટણ યુનિવર્સિટીમાં સતત ચોથી વખત સેનેટ સભ્ય બની શૈલેષ પટેલે દબદબો જાળવી રાખ્યો

ABOUT THE AUTHOR

...view details