ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા MSUના 60થી 65 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કર્મચારીઓની વર્ક ફ્રોમ હોમની માગ - વડોદરા કોરોના કેસ

વડોદરા શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નોન ટિચીંગ કર્મચારીઓમાં 60થી 65 જેટલા કર્મચારીઓ થતાં તંત્ર ચોંકી ઉઠયું હતું અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે વર્ક ફ્રોમ હોમની કર્મચારીઓની માગ છે. આજે 45 વર્ષથી ઉપરના કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

MSU
MSU

By

Published : Apr 2, 2021, 1:46 PM IST

Updated : Apr 2, 2021, 4:10 PM IST

  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોરોનાએ પગપેસારો કર્યો
  • યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષની અંદર 105 કેસ નોંધાયા
  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું

વડોદરા: શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે, દિવસેને દિવસે કોરોનાની સંખ્યા વધી રહી છે. આજે શુક્રવારના રોજ વડોદરા મહાનગર પાલિકાના મેડિકલ બુલેટિનમાં 391 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. તેમાં એક પોઝિટિવ દર્દીનું મોત પણ થયું હતું. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. ટિચીંગ અને નોન ટિચીંગ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષની અંદર 105 જેટલા કેસો નોંધાયા હતા. હાલમાં 60થી 65 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેમાં દેશ-વિદેશથી લોકો ભણવા માટે આવે છે, કર્મચારીઓએ વર્તમાન સમયની માગ કરી છે, જો આગામી દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિવર્સિટી કોરોના વિસ્ફોટનું હબ બની શકે છે.

આ પણ વાંચો:અનલોકમાં હવે વર્ક ફોર્મ હોમ નહીં, વર્ક ફોર્મ હીલ કરો...

MSUમાં વેક્સિનેશનનો કેમ્પ યોજાયો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)માં આજે શુક્રવારે 45 વર્ષથી ઉપરના કર્મચારીઓ માટે કોરોના સંક્રમણને અટકાવવા વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કર્મચારીઓએ વેક્સિન લીધી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કે. એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે તકેદારીના પગલાં પણ ભરવામાં આવે છે. જો કોઈ કર્મચારી કોરોના ગ્રસ્ત હોય તો તેને ખબર અંતર પણ પૂછવામાં આવે છે અને તેમને મદદ પણ કરવામાં આવે છે. જે તે ફેકલ્ટીના ડીન દ્વારા કર્મચારીને વીડિયો કોલ કરીને ખબર અંતર પૂછવામાં આવે છે.

MSUમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન

આ પણ વાંચો:ઘરેથી કામ ના સમયમાં સાયબર સીક્યુરિટી

Last Updated : Apr 2, 2021, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details