ગુજરાત

gujarat

ETV Bharat / city

NIRFમાં એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી દેશમાં 17માં ક્રમે - MS University

વડોદરાઃ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના જાહેર કરેલા વર્ષ 2019ના નેશનલ રેન્કિંગમાં વડોદરા વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીને ટોપ-150થી 200નું રેન્કિંગ મળ્યુ છે.

vdr

By

Published : Apr 9, 2019, 1:06 PM IST

ગત વર્ષે યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન મળ્યુ ન હતુ. આમ ગત વર્ષ કરતા એમ.એસ. યુનિવર્સિટીનો દેખાવ સુધર્યો છે, પરંતુ દેશની ટોપ 100 સંસ્થાઓમાં સ્થાન મેળવવામાં યુનિવર્સિટી ફરી નિષ્ફળ નિવડી છે. માત્ર યુનિવર્સિટીઓના જ રેન્કિંગની વાત કરવામાં આવે તો એમ.એસ. યુનિવર્સિટીને દેશની ટોપ 100થી 150 યુનિવર્સિટીઓના બેન્ડમાં સ્થાન મળ્યું છે.

NIRF દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં મહત્વની બાબત એ છે કે, ફાર્મસી ઓફ ફાર્મસીને દેશમાં 17મું અને રાજ્યમાં 2જુ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્જિનિયરિંગ કેટેગરીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગને દેશભરમાં 137મું અને ગુજરાતમાં 3જુ સ્થાન પ્રાપ્ત થયું છે.

ABOUT THE AUTHOR

...view details