ગુજરાત

gujarat

ETV Bharat / city

MS University Vadodara: વડોદરા AMU પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના ગણવેશમાં વિરોધ પ્રદર્શન - સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન

MS યુનિવર્સિટીની હેડ ઓફીસમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન(All Gujarat Students Union) દ્વારા ગાંધીજીની વેશભૂષામાં વિરોધ પ્રદર્શિત(Protest in Gandhiji's costume) કરવામાં આવ્યો હતો.  જ્યારે સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન ચાલી રહ્યો છે તો પરીક્ષા પણ ઓનલાઇન થવી જોઈએ.

MS University Vadodara: વડોદરા AMU પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના ગણવેશમાં વિરોધ પ્રદર્શન
MS University Vadodara: વડોદરા AMU પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના ગણવેશમાં વિરોધ પ્રદર્શન

By

Published : Apr 4, 2022, 8:23 PM IST

વડોદરા: MS યુનિવર્સિટીની હેડ ઓફીસમાં(head office Vadodara MS University) ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન(All Gujarat Students Union) દ્વારા ગાંધીજીની વેશભૂષામાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન(Complete course online) ચાલી રહ્યો છે તો પરીક્ષા પણ ઓનલાઇન થવી જોઈએ. જેથી ઇન્ટર્નલ પરીક્ષા અને ઍકસટર્નલ પરીક્ષા બન્ને ઓનલાઇન હોવી જોઈએ.

યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા અંગેનો નિર્ણય યથાવત રાખ્યો છે. જ્યારે સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન ચાલી રહ્યો છે તો પરીક્ષા પણ ઓનલાઇન થવી જોઈએ.

આ પણ વાંચો:MS University Vadodara: ઓફલાઇન એક્ઝામ મુદ્દે વિદ્યાર્થીઓનો ભારે વિરોધ

યુનિવર્સિટીનો ઓફલાઈન પરીક્ષા અંગેનો નિર્ણય યથાવત - વિદ્યાર્થી અગ્રણી પંકજ જયશવાલે ગાંધીજીના પહેરવેશ સાથે મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે, માત્ર એક માસ માટે ભણતર તથા પરીક્ષા ઓફલાઈન કરી વિદ્યાર્થીઓ માટે કનડગત ઉભી કરી છે. યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા અંગેનો નિર્ણય યથાવત રાખ્યો છે. જ્યારે સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન ચાલી રહ્યો છે તો પરીક્ષા પણ ઓનલાઇન થવી જોઈએ. યુનિવર્સીટીની દરેક ફેકલ્ટીમાં SY અને TYનો 80%થી વધારે અભ્યાસક્રમ ઓનલાઈન થઈ ગયો છે. આ સાથે વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા પણ ઓનલાઇન(Internal exam also online) આપી છે. જેથી ઍકસટર્નલ પરીક્ષા પણ ઓનલાઇન હોવી જોઈએ. આ ઉપરાંત તેની વાત કરીએ તો તેમનો 50% અભ્યાસક્રમ ઓનલાઇન સમાપ્ત થઈ ગયો છે.

આ પણ વાંચો:Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 28મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ

વિધાર્થીઓની હજુ રહેવાની વ્યવસ્થા નથી -બીજી તરફ FYના વિધાર્થીઓ મોટી સંખ્યામાં વડોદરા બહારથી આવે છે. તેઓને હજુ રહેવાની વ્યવસ્થા ઊભી થઈ નથી. તેઓને માત્ર એક મહીનાના અભ્યાસક્રમ માટે અહીં બોલાવવા વ્યાજબી નથી. જેથી અમારી માંગ છે કે ચાલુ સેમેસ્ટર માટે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન રાખવામાં આવે. દરેક ફેકલ્ટીમાં પરીક્ષા ઓનલાઈન કરવામાં આવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details