ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધર્મી ભાઈઓએ મકાનમાલિકની પત્ની અને પૂત્રી સાથે કર્યું દુષ્કર્મ, અનેક વાર કરતા હતા બ્લેકમેલ - Vadodara Rape Case

વડોદરામાં વિધર્મી ભાઈઓએ મકાન માલિકની પત્ની અને તેની પૂત્રી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે વડોદરા પોલીસે (Vadodara Police) બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ અગાઉ પણ પીડિતા પાસે અનેક વખત પૈસા પડાવ્યા હતા.

વિધર્મી ભાઈઓએ મકાનમાલિકની પત્ની અને પૂત્રી સાથે કર્યું દુષ્કર્મ, અનેક વાર કરતા હતા બ્લેકમેલ
વિધર્મી ભાઈઓએ મકાનમાલિકની પત્ની અને પૂત્રી સાથે કર્યું દુષ્કર્મ, અનેક વાર કરતા હતા બ્લેકમેલ

By

Published : Sep 26, 2022, 12:04 PM IST

વડોદરાશહેરમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધતી (Vadodara Crime News) જાય છે. ત્યારે અહીં વિધર્મી ભાઈઓએ ભેગા મળીને માતા પૂત્રીને નિશાન બનાવી તેમની સાથે દુષ્કર્મ કર્યું (Muslim brothers rape Mother Daughter) હતું. જોકે, વડોદરા પોલીસે (Vadodara Police) બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ ઈકબાલ ઉર્ફે મોનુ અન્સારી અને મહોરમ અન્સારી ભાડાના મકાનમાં રહેતા તેના જ મકાન માલિકના પત્ની અને પૂત્રી સાથે તેમણે દુષ્કર્મ (Mother Daughter rape in Vadodara) કર્યું હતું.

આરોપીએ બનાવ્યા બિભત્સ વીડિયો

આરોપીએ બનાવ્યા બિભત્સ વીડિયોઆરોપી ઈકબાલ ઉર્ફે મોનુ અન્સારીએ સૌપ્રથમ યુવતીના માતા સાથે તેના જ ઘરે અનેક વાર દુષ્કર્મ (Mother Daughter rape in Vadodara) આચર્યું હતું. ત્યારબાદ મોનું પીડિતા પાસે પૈસા પણ પડાવ્યા હતા. આરોપી ઇકબાલ ઉર્ફે મોનું અન્સારીએ પરિણીતાના ઘરે જઈને બિભત્સ વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ તે પીડિતાને અનેક વાર બ્લેકમેલ કરતો હતો. આ રીતે તેણે અઢી વર્ષ સુધી પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપી ઈકબાલ આટલેથી ન રોકાતા તેણે પરિણીતાની સગીર પૂત્રી સાથે પણ દષ્કર્મ આચર્યું હતું.

પોલીસ ફરિયાદ બાદમાં આરોપીના ભાઈ મહોરમ અન્સારીએ બ્લેકમેલ કરી પરિણીતા અને તેની પૂત્રી સાથે દુષ્કર્મ (Mother Daughter rape in Vadodara) કર્યું હતું. પરિણીતાની પુત્રી સાથે આરોપી મહોરમ અન્સારીએ લગ્ન કરવા અરજી પણ કરી હતી. પરિણીતાએ બંને વિધર્મી ભાઈઓ સામે પોલીસ સ્ટેશનમાં (Vadodara Police) ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે બંને નરાધમ ભાઈઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે.

પૂછપરછમાં મોટો ખૂલાસો પોલીસ (Vadodara Police) પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે, ખોટા નામથી મકાન ભાડે લઈ માતા પૂત્રીને ફસાવનારો નરાધમ આરોપી ઈકબાલ પરિણીત છે અને તેની પત્ની વતનમાં રહે છે. જ્યારે પોલીસે બંને નરાધમો સામે દુષ્કર્મ (Mother Daughter rape in Vadodara) અને પોસ્કો સહિતની કલમો હેઠળ ધરપકડ કરી બન્નેના મેડિકલ તપાસ ની તજવીજ હાથ ધરી હતી..

ABOUT THE AUTHOR

...view details