ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં 35થી વધુ કલાકારોએ સતત છ કલાક પરફોર્મન્સ આપી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન - Celebration of Gandhi Jayanti in Vadodara

વડોદરામાં ગાંધીજીના 152 મી જન્મજયંતિ નિમિત્તે શહેરના 35થી વધુ કલાકારોએ એક મંચ પર ભેગા મળી રઘુપતિ રાઘવ રાજારામ ધૂન પર સતત છ કલાક સુધી નોનસ્ટોપ પરફોર્મન્સ (continuous performance in vadodara) આપી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરી હતી.

Latest news of Vadodara
Latest news of Vadodara

By

Published : Oct 2, 2021, 7:26 PM IST

  • વડોદરામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતીની ઉજવણી
  • 35થી વધુ કલાકારોએ એક મંચ પર ભેગા મળી સતત છ કલાક પરફોર્મન્સ કર્યુ
  • લૉન્ગેસ્ટ મ્યુઝિકલ ઈંડિયા બુક રેકોર્ડ

વડોદરા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 મી જન્મજયંતીના પર્વ પર વડોદરાના 35 થી વધુ કલાકારોએ એક મંચ પર ભેગા મળી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરી હતી. ગાંધીજયંતી નિમિત્તે વડોદરાની શિવ સંગીત સાધના મ્યુઝિક એકેડેમીના 38 કલાકારો દ્વારા રઘુપતિ રાઘવ રાજારામ ધૂન પર સતત છ કલાક સુધી નોનસ્ટોપ પરફોમન્સ (continuous performance in vadodara) આપી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવ્યો હતો.

વડોદરામાં 35થી વધુ કલાકારોએ સતત છ કલાક પરફોર્મન્સ આપી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

આ પણ વાંચો: ગાંધી જન્મસ્થળ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

આઠ વર્ષથી લઈને 35 વરસના કલાકારોએ ભાગ લીધો

આ કલાકારોમાં આઠ વર્ષથી લઈને 35 વરસના કલાકારોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાતમા ગાંધીજીની જન્મજયંતિ નવી જ રીતે કરવામાં આવી હતી. જે વડોદરાના સંગીતકારો અને ગીતકારો માટે ગૌરવની ક્ષણ બની હતી.

આ પણ વાંચો: જાણો કોણ હતા 'રંભા' જેમણે મહાત્મા ગાંધીને રામ નામનું મહત્વ સમજાવ્યું...

  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ (Mahatra Gandhi Jayanti) પ્રસંગે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના (Porbandar kirti Mandir) કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે, બાપુને ભાવાંજલિ અર્પી હતી. આ સાથે સભામાં સાંસદ રામ મોકરીયા, સાંસદ રમેશ ધડુક સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ નિમિતે, રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધીએ આ પ્રસંગે રાજધાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે મોદી અને અન્ય નેતાઓએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details