ગુજરાત

gujarat

ETV Bharat / city

શિયાળાની મોસમમાં હ્રદય રોગની સંભાવના વધુ..? શા માટે

શિયાળાની મોસમ ઠંડીનો ચમકારો વધે છે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. શિયાળાની મોસમમાં હ્રદય હુમલા પણ વધે છે બાયોલોજીકલ રીઝનની વાત કરીએ તો લોહીની નળીઓ સંકોચાઈ છે હ્રદયને ડબલ જોરથીે કામ કરવું પડે છે. બ્લડ પ્રેશર વધે એના કારણે હ્રદય હુમલાના કેસમાં વધારો થાય છે.

શિયાળાની મોસમમાં ર્હદય રોગની સંભાવના વધુ..? શા માટે
શિયાળાની મોસમમાં ર્હદય રોગની સંભાવના વધુ..? શા માટે

By

Published : Dec 25, 2020, 6:33 PM IST

Updated : Dec 25, 2020, 7:00 PM IST

  • શિયાળાની મોસમમાં હ્રદય હુમલાના કેસમાં થાય છે વધારો
  • ઠંડીમાં હ્રદય હુમલાની શક્યતા વધે છે જાણો કેમ..?
  • શિયાળાની મોસમમાં લોહીની નળીઓ સંકોચાઈ છે

વડોદરાઃ શિયાળાની મોસમ ઠંડીનો ચમકારો વધે છે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. શિયાળાની મોસમમાં હ્રદયહુમલા પણ વધે છે બાયોલોજીકલ રીઝનની વાત કરીએ તો લોહીની નળીઓ સંકોચાઈ છે હ્રદયને ડબલ જોરથીે કામ કરવું પડે છે. બ્લડ પ્રેશર વધે એના કારણે હ્રદય હુમલાના કેસમાં વધારો થાય છે.

શિયાળાની મોસમમાં ર્હદય રોગની સંભાવના વધુ..? શા માટે
હ્રદયરોગના હુમલાથી બચવા શું કરવું ?
હ્રદય રોગના હુમલાથી બચવા સૌપ્રથમ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવા હોય તો તેનું દરરોજ સેવન કરવું જોઈએ. તેની જૂની બીમારી હોય તેને કાબૂમાં રાખવા ધ્યાન રાખવું જોઈએ. આ સાથે ઠંડીમાં નિયમિત વ્યાયામ કરવા ખૂબ જરૂરી છે. જેથી શરીરનું તાપમાન ઠંડું ના થાય. યુવાનોએ નિયમિત કસરત અને બહાર ચાલવા જવું જોઈએ.


ખાવાપીવામાં શું ધ્યાન રાખવું..?

હ્રદય રોગના હુમલાથી બચવા સૌપ્રથમ તો ફાસ્ટ ફૂડ અને હાઈ કેલરી ફૂડ લેવાના ટાળવા જોઈએ. બટાકાની ચિપ્સ ખાવી ન જોઈએ નહિ, માત્ર ને માત્ર લીલા શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું જોઈએ. એનાથી શક્તિ આવશે અને કેલરી ઓછી કન્ઝ્યુમ થશે. શરીરનું વજન છે એ કાબુમાં રાખવું જોઇએ. વધારે વજન પણ હ્રદય હુમલાનું કારણ છે. માનસિક તણાવને પણ કાબૂમાં રાખવું જોઈએ, નશા યુક્ત ટોબેકો અને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ.

Last Updated : Dec 25, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details