વડોદરા: વડોદરા શહેરમાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી (Molestation With Women In Vadodara) કરતા અસામાજીક તત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ (she team navapura police) દ્વારા ખાનગી વેશમાં હાજર રહી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં બાતમીના આધારે મહિલા પોલીસ (Women police vadodara) સાદા વેશમાં પસાર થતી હતી, ત્યારે એક ટપોરીએ તેને હાથથી અભદ્ર ઇશારો કર્યો અને પકડાઇ ગયો હતો.
સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ કરવામાં આવી
પાણીગેટ અને નવાપુરા પોલીસની SHE ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. વડોદરા શહેરમાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ (panigate police vadodara) અને નવાપુરા પોલીસે 5 દિવસમાં 11 જેટલા રોમિયોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. અવાવરું રસ્તા પર રસ્તે જતી મહિલાઓને સીટી મારીને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદ મળતા પાણીગેટ અને નવાપુરા પોલીસની SHE ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી.
વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ સાદાવેશમાં ગઈ
5 દિવસની મહેનત બાદ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રીક્રિએશન કરાવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કહાર મહોલ્લા (kahar mohalla vadodara)ના નાકા પાસે શખ્સે સાદા ડ્રેસમાં પસાર થઇ રહેલી 3 મહિલા કોન્સ્ટેબલને હાથથી અભદ્ર ઇશારો કર્યો હતો. આ ઇશારો કરતાં જ આરોપી ઇરફાન કંઇ સમજે એ પહેલાં તો મહિલા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. તેને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
MS યુનિવર્સિટીના ગેટની બાજુમાં પણ છોકરીઓની છેડતી
વડોદરા શહેરની MS યુનિવર્સિટી (ms university baroda)ના ગેટની બાજુમાં સિટી બસ સ્ટેશન પાસે આવતી જતી છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા 2 ટપોરીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન (sayajigunj police station)ની SHE ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Gujpedicon 2021 award To SSG Vadodara : સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગને મળ્યો શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ
આ પણ વાંચો: student corona positive :વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ