ગુજરાત

gujarat

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

By

Published : Aug 5, 2021, 6:05 PM IST

Updated : Aug 5, 2021, 6:20 PM IST

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના ચૂંટાયેલા પ્રસાશન પર આક્ષેપો કર્યા હતા. આ બાબતે તેમણે કહ્યું હતું કે, ડેરીના તમામ સત્તાધીશોએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ બાબતે વડાપ્રધાન મોદીને રજૂઆત કરવામાં આવશે.

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ડેરીના સંચાલકો પર કર્યા આક્ષેપ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભ્રષ્ટાચારની કરશે રજૂઆત
  • મધુ શ્રીવાસ્તવે કહ્યું, ડેરીના સત્તાધીશો પાર્ટીને કરી રહ્યા છે બદનામ

વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના ચૂંટાયેલા સત્તાધીશો પર લાંચ લેવા બાબતે આક્ષેપ કર્યો છે. આ મામલે શ્રીવાસ્તવે આરોપ લગાવતા સમગ્ર શહેરમાં ચર્ચાની ગણગણાટ જોવા મળી રહી છે.

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના સંચાલકો પર લગાવ્યા આરોપ

વડોદરા ડભોઇમાં આજે ગુરૂવારે કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના સંચાલન વિશે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે તેમની ડેરીના તમામ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં રહીને ડેરીના સત્તાધીશો પાર્ટીને કરી રહ્યાં છે બદનામ કરી રહ્યાં છે.

Last Updated : Aug 5, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details