વડોદરા: વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં લઘુમતી વ્યક્તિને (Minority In Vadodara) મિલકત વેચાણ આપવા બાબતે સ્થાનિકોએ હોબાળો મચાવી તાત્કાલિક ધોરણે વેચાણ દસ્તાવેજ રદ કરવા કલેક્ટર, પોલીસ કમિશ્નર (commissioner of police vadodara) તથા સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર (Sayajiganj Police Inspector)ને આવેદનપત્ર થકી રજૂઆત કરી છે. પૂર્ણિમા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (co operative housing society ltd vadodara) ફતેગંજ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર (vadodara district collector), વડોદરા પોલીસ કમિશ્નર અને સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી લઘુમતી વ્યક્તિનો વેચાણ દસ્તાવેજ રદ કરવા માંગ કરી હતી.
Minority In Vadodara: વડોદરાના ફતેગંજમાં લઘુમતી કોમના વ્યક્તિને મિલકત વેચતા સ્થાનિકો નારાજ, આંદોલનની આપી ચીમકી - વડોદરામાં અસામાજિક તત્વો
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં લઘુમતી કોમ (Minority In Vadodara)ના વ્યક્તિને મિલકત વેંચતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ વેચાણ દસ્તાવેજ તાત્કિલાક રદ્દ કરવા અપીલ કરી છે.
સોસાયટી પાસેથી NOC પણ મેળવી નથી- સ્થાનિકોએ આ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસ (Antisocial elements In Vadodara) અને નોનવેજના વેચાણ સામે પગલાં ભરવાની માંગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે, સોસાયટીના રહેવાસી હરજીત સિંગ સંધુએ પોતાનું મકાન અમીન શેખ નામની વ્યક્તિને વેચાણે આપ્યું છે. જેમાં સોસાયટી પાસેથી NOC પણ મેળવી નથી, જેથી અમે વાંધો ઉઠાવી વિરોધ કરીએ છીએ. મુસ્લિમ વ્યક્તિ વસવાટ કરવા આવે તો હિન્દુઓનું સ્થળાંતર થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.
આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદ : પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું
પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યો, આંદોલનની આપી ચીમકી- તેમણે કહ્યું કે, મિલકત ખરીદનારા વ્યક્તિએ સોસાયટીના મુખ્ય રસ્તા પર લોખંડનો દરવાજો બેસાડી દીધો છે. જેનાથી સ્થાનિક રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ દરવાજાના કારણે ઇમરજન્સી વાહનોને સોસાયટીમાં પ્રવેશવામાં તકલીફ થશે. હાલના તબક્કે વેચાણ દસ્તાવેજ તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ. કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા રહીશોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન (Protest In Vadodara)ની ચીમકી ઉચ્ચારી છે.