- ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવન સંસ્કારીનગરીની આગવી ઓળખ બની રહેશેઃ પ્રદીપ પરમાર
- ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવનના નિર્માણ માટે રૂ.12.28 કરોડની ફાળવણી કરી છે
- સ્મારક ભવનની કામગીરીની કરવામા આવી ઉચ્ચસ્તરીય સમીક્ષા
વડોદરાઃ વડોદરામાં ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની કામગીરીની સમીક્ષા કરવા આવેલાં Minister for Social Justice and Empowerment Pradeep Parmar એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર મંદિર પ્રવેશ બાબતે જણાવ્યું કે અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા 6 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ 21 લાખની સહાય ચૂકવાશે. તેમ જઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને FIR દાખલ થઇ છે.
12.28 કરોડના ખર્ચે બનશે સ્મારકભવન
વડોદરામાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવનના નિર્માણ માટે રૂ.12.28 કરોડની ફાળવણી કરી છે.આ ઉપરાંત કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિના વિકાસ માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેની કામગીરી પૂર્ણતાને આરે છે. વડોદરામાં ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવન સંસ્કારી નગરીની આગવી ઓળખ બની રહેશે. આ સ્મારક ભવન મુલાકાતીઓ માટે ડો. બાબા સાહેબના વિચારો જીવનમાં આત્મસાત કરી સામાજિક સમરસતા માટેનું પ્રેરણા કેન્દ્ર બની રહેશે એવો વિશ્વાસ ( Minister for Social Justice and Empowerment Pradeep Parmar ) પ્રદીપ પરમારે વ્યકત કર્યો હતો. તેમણે નિર્માણાધીન સ્મારકભવનનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી સૂચનો કર્યા હતાં. બેઠકમાં મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યાં હતાં.