ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાતા વેપારીએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો - Chief Minister Vijay Rupani

સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના દર્દીઓના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાતા કાળાબજારી થવાની શકયતા ઉભી થઈ છે. જેને લઈ વડોદરાના ચાર દરવાજા વિસ્તારના વેપારી અને સામાજિક કાર્યકરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલને પત્ર લખી તાત્કાલિક વડોદરામાં રેમડીસીવર ઈન્જેક્શનોનો જથ્થો મોકલવા માંગણી કરી છે.

રેમડીસીવર ઈન્જેક્શન
રેમડીસીવર ઈન્જેક્શન

By

Published : Apr 5, 2021, 5:32 PM IST

Updated : Apr 5, 2021, 7:20 PM IST

  • વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો
  • કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાઈ
  • વેપારી અગ્રણીએ પત્ર લખી રેમડીસીવરનો જથ્થો મોકલવા માગ કરી

વડોદરાઃ શહેરમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. ત્યારે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડીસીવર ઈન્જેક્શનોની અછત વચ્ચે કાળાબજારીની આશંકા સેવાઇ રહી છે. જરૂરિયાત મંદ લોકો તેના ભાવ કરતા બમણો ભાવ આપીને પણ ઈન્જેક્શન લેવા તૈયાર થયા છે. સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી હોસ્પિટલોમાં રેમડીસીવર ઈન્જેક્શન તો પહોંચી રહ્યા છે. પણ જે ખાનગી હોસ્પિટલો છે અને મેડિકલ સ્ટોર છે ત્યાં જથ્થો જતો નથી.

રેમડીસીવર ઈન્જેક્શનોની અછત

આ પણ વાંચોઃ રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું, 5ની અટકાયત

રેમડીસીવર ઈન્જેક્શનોની અછત વચ્ચે કાળાબજારી થવાની આશંકા

આ અંગે ચાર દરવાજા વિસ્તારના વેપારી અગ્રણી અને સામાજિક કાર્યકર ફારૂક સોનીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં તેમજ દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાઈ છે. લોકો વધારે પૈસા આપીને પણ ઈન્જેક્શન લેવા માટે તૈયાર છે. સરકારી હોસ્પિટલોમાં જથ્થો છે, પરંતુ ખાનગી હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં તેનો સ્ટોક નથી. જેથી તાત્કાલિક ધોરણે વડોદરા શહેરમાં રેમડીસીવર ઈન્જેક્શનોનો સ્ટોક મોકલવો જોઈએ. જેથી નાગરિકોને રાહત થાય.

RTPCR ટેસ્ટના ચાર્જમાં પણ ઘટાડો કરવાની માગ

આ પણ વાંચોઃ ઝાયડસે ફ્કત રૂપિયા 899માં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કર્યું શરૂ

RTPCR ટેસ્ટના ચાર્જમાં પણ ઘટાડો કરવાની માગ

RTPCR ટેસ્ટના ચાર્જમાં પણ ઘટાડો કરવાની માગ

વધુમાં જણાવ્યું કે, જે RTPCR ટેસ્ટ કરવામાં આવે છે, તે ગુજરાતથી બહાર જવું હોય તો તે ટેસ્ટ કરાવવો ફરજિયાત છે અને તેનો ચાર્જ રૂપિયા 800 છે. તેમાં પણ ઘટાડો કરી રૂપિયા 300 કરવામાં આવે. હાલ ટેસ્ટ કરાવવા માટે લેબોરેટરીઓમાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. જેથી શહેર અને જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર RTPCR ટેસ્ટ શરૂ કરવા જોઈએ અને વિનામૂલ્યે રાખવા જેથી નાગરિકો ત્યાં પહોંચી તેનો લાભ મેળવી શકે. નાગરિકો ભયંકર સ્થિતિમાં આવી ગયા છે, ત્યારે શહેરના નાગરિકોને રાહત થાય તેવી અમારી માગ છે.

વડોદરામાં રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાતા વેપારીએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
Last Updated : Apr 5, 2021, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details