ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા પોલીસ કમિશનર સહિત 5 પોલીસ અધિકારીને ચંદ્રક એનાયત કરાયા - વડોદરા ન્યૂઝ

રાજ્યમાં સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચંદ્રક આપવાની પહેલ કરાઇ છે.

commissioner
commissioner

By

Published : Jul 28, 2020, 2:15 PM IST

વડોદરા: શહેરમાં તહેવારો, મહત્વના બંદોબસ્ત, આંદોલન, કાયદો - વ્યવસ્થાની જવાબદારી હોય કે કોરોના જેવી મહામારી, દરેકમાં ખંતપૂર્વક સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચંદ્રક આપવાની પહેલ કરાઇ છે.

આ અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર સહિત પાંચ પોલીસ અધિકારીને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.

વડોદરા પોલીસ કમિશનર સહિત 5 પોલીસ અધિકારીને ચંદ્રક એનાયત કરાયા
સાહસ અને વિરતાનું વિશેષ કામ, અઘરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી , નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી, સ્વચ્છ સર્વિસ રેકોર્ડ જેવા અનેક પાસાઓને ધ્યાનમાં લઈ રાજ્યના કુલ 110 પોલીસ અધિકારી અને કર્મચારીને ડીજીપી કમેન્ટેશન ડિસ્ક ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.

જેમાં વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એચ ડિવીઝનના એસીપી ભરત રાઠોડ , કારેલીબાગ પીઆઈ આર.એ.જાડેજા , સિનિયર સિટીઝન સેલના મહિલા પીઆઈ જે. આર. સોલંકી અને ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અનિશ પઠાણનો પણ સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details