- કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનો માટે સાંસદ દ્વારા ભોજનનો પ્રારંભ
- ગોત્રી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ખાતે ભોજનની વ્યવસ્થા
- રંજનબેન ભટ્ટ સહિત મેયર, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને ભરત ડાંગર પણ દર્દીઓના સંબંધીઓ જમવાનું પીરસ્યું
વડોદરા: જિલ્લાની ગોત્રી તેમજ સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓ માટે ભોજનની મુશ્કેલીઓ પડતી હોવાની વાત ધ્યાને આવતા તેમણે ધારાસભ્યો સાથે મળીને તેમના માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરવા માટે ચર્ચા કરીને, રંજનબેન ભટ્ટ દ્વારા કોવિડના દર્દીઓની સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી.
વડોદરા હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓ માટે સાંસદ રંજનબેન દ્વારા ભોજન શરૂ કરાયું આ પણ વાંચો : રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા
જમવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી
ગોત્રી હોસ્પિટલ ખાતે દર્દીઓના સંબંધીઓ માટે બેસવાની વ્યવસ્થા છે ત્યાંજ જમવાની વ્યવસ્થાનો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો. રંજનબેન ભટ્ટ સહિત મેયર, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને ભરત ડાંગર પણ દર્દીઓના સંબંધીઓ જમવાનું પીરસ્યું હતું અને તેમના માટે પીવાના પાણી ઉપરાંત છાસની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સપ્તાહ પહેલા સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન વેન્ટિલેટર સહિતના બેડોની વ્યવસ્થા કરીને સમરસ કોવિડ હોસ્પિટલ બનાવી છે ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ છે. સમરસ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓના સંબંધી કે સાથે આવેલા સગાઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. રંજનબેન ભટ્ટ દ્વારા ભોજન પીરસવામાં આવ્યુ હતું.