- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસની વડોદરામાં ઉજવણી
- શહેરની માસ મટનની તમામ દુકાનો બંધ
- તમામ સમાજના લોકોએ મુખ્યપ્રધાનના અનુરોધને આપ્યું સમર્થન
વડોદરા : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસની ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કરેલા અનુરોધને માન આપી સોમવારે શહેરના તમામ કતલખાના બંધ રાખવાનો તેના સંચાલકોએ નિર્ણય લીધો હતો. ભગવાન મહાવીર સ્વામીના જન્મદિને પણ વડોદરા સહિત રાજ્યના તમામ કતલખાના બંધ રાખવામાં આવે છે.
જૈન ધર્મનુ પાલન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો 2 ઓગસ્ટે જન્મદિવસ છે. તેઓ જૈન ધર્મનું ચુસ્ત રીતે પાલન કરતા હોવાના કારણે કતલખાના બંધ રાખવા સંચાલકોને અપીલ કરી હતી. સંચાલકોએ અપીલને માન આપી કતલખાના બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.વડોદરા શહેરના ઇતિહાસમાં પહેલી વખતે મુખ્યપ્રધાનના જન્મદિવસના માનમાં શહેરના કતલખાના બંધ રહ્યા હતા.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ આ પણ વાંચો : PM Modi ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરશે, શું છે જાણો
માસ-મટનની દુકાનો બંધ
શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતે જણાવ્યું હતું કે રાજ્યના યશસ્વી અને સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે.વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોકટર વિજય શાહની અપીલ હતી કે વડોદરા શહેરમાં જેટલી પણ માસ મટનની દુકાનો ચાલી રહી છે કે માર્કેટ છે,તે આજનો દિવસ પુરતી બંધ રાખવી અને તેને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : વિજયભાઇના નેતૃત્વમાં વિકાસના કામો થઇ રહ્યા છે , આજે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી : વજુભાઈ વાળા
મોગલવાડામાં દુકાનો ચાલુ
વડોદરા શહેરના પ્રતાપનગર હોય સમા હોય કે આજવારોડ હોય કે પછી અકોટા વિસ્તારની મટન ચીકનની દુકાનો હોય એ તમામ દુકાનો આજે બંધ છે.પરંતુ મોગલવાડામાં આવીને જોયું તો માર્કેટ ચાલુ હતું.આ સૌથી મોટું મટન માર્કેટ છે જ્યાં આવવાની ફરજ પડી હતી.માર્કેટ ચાલુ હતું.પરંતુ અહીં આવીને અમે અપીલ કરી જેથી મુસ્લિમ ભાઈઓ એ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.અને આ માર્કેટ બંધ કર્યું હતું.સમગ્ર વિશ્વમાં કહાર સમાજ હોય મહારાષ્ટ્રીયન સમાજ હોય કે મુસ્લિમ સમાજના જેટલા પણ ભાઈઓ છે.તેમણે ખૂબ જ સારી રીતે પ્રતિસાદ આપ્યો છે.મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ના જન્મ દિવસે તેમણે આ એક સારું પગલું ભર્યું છે.