- મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહીદ દિનની ઉજવણી
- ભગતસિંહની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણના કાર્યક્રમમાં
- કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઇકાલે મંગળવારે યોજાયેલા શહીદ દિન નિમિત્તે ભગતસિંહની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણના કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા હતા. કોરોનાની મહામારીના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓએ માસના નિયમનો અમલ કર્યો હતો.
પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જાળવ્યું
ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સમયે કાર્યકર્તાઓ ટોળે વળ્યા હતા. લાઈનમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી પુષ્પાંજલિ અર્પણ કરવાના હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું ન હતું. જેથી ભાજપના સંગઠન અને કોર્પોરેશનમાં નવા ચૂંટાયેલા ગાઇડ લાઇનનો જાહેરમાં ભંગ થતો નજરે પડ્યો હતો.