ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીનો તહેવાર આવતા બજારોમાં કોરોનાની મહામારીના તકેદારીરૂપે નિષ્કાળજી જોવા મળી - સોશિયલ ડિસ્ટન્સ

કોરોના મહામારી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી છે, ત્યારે હવે આગામી દિવાળીના તહેવારો આવતા શહેરીજનો ખરીદી કરવા માટે બજારોમાં ભીડ ઉમટી પડી હતી. બજારોમાં ભીડ જામતા નાગરિકોને દુકાનદારો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર વેપારીઓ જોવા મળ્યા હતા અને સરકારની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળ્યું હતું.

દિવાળીનો તહેવાર આવતા બજારોમાં કોરોનાની મહામારીના તકેદારીરૂપે નિષ્કાળજી જોવા મળી
દિવાળીનો તહેવાર આવતા બજારોમાં કોરોનાની મહામારીના તકેદારીરૂપે નિષ્કાળજી જોવા મળી

By

Published : Nov 6, 2020, 10:50 PM IST

  • દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી
  • કોરોનાની મહામારીમાં બજારોમાં ઉમટી ભીડ
  • દુકાનદારો અને નાગરિકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાયો
  • દુકાનદારો સરકારની ગાઇડ લાઇનનું નથી કરતા પાલન

વડોદરાઃ દેશભરમાં છેલ્લા આઠ મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાના કારણે ઉજવતા તહેવારોમાં સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અગાઉ જન્માષ્ટમી ગણપતિ અને નવરાત્રિના તહેવારોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવાળીના તહેવારને લઇને ETV BHARAT દ્વારા વડોદરા શહેરના બજારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

દિવાળીનો તહેવાર આવતા બજારોમાં કોરોનાની મહામારીના તકેદારીરૂપે નિષ્કાળજી જોવા મળી

દુકાનની બહાર માસ્ક વગર પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લગાવવામાં આવ્યા નથી

વડોદરાના હાર્ટ સમાન મંગળ બજારની અંદર શહેરીજનો ખરીદી કરવા માટે ઉમટયા હતા. મંગળવારની અંદર ભીડ જામી હતી, સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો અને માસ્ક વગર વેપારીઓ દુકાન ખોલીને ધંધો કરતા પણ નજરે પડ્યા હતા. દુકાનની બહાર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક વગર પ્રવેશ કરવો નહીં એવા પણ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. ઈટીવી ભારતની ટીમ જ્યારે વેપારીને પૂછ્યું ત્યારે તેણે અવ નવા બહાના પણ કેમેરા સામે જણાવ્યા હતા. હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને નાગરિકોમાં શું જાગૃતતા આવે છે.

દિવાળીનો તહેવાર આવતા બજારોમાં કોરોનાની મહામારીના તકેદારીરૂપે નિષ્કાળજી જોવા મળી

ABOUT THE AUTHOR

...view details