ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં મેનકાઇન્ડ ફાર્મા 500 કરોડનો પ્રોજેક્ટ સ્થાપશે, સરકારની  સૈદ્ધાંતિક મંજૂરી - પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ

રાજ્ય સરકારે શુક્રવારના રોજ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા 500 કરોડ રૂપિયાનો પ્લાન્ટ વડોદરામાં સ્થાપવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે પ્રાથમિક તબક્કે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ સંકુલ
સ્વર્ણિમ સંકુલ

By

Published : Feb 26, 2021, 10:48 PM IST

  • વડોદરામાં મેનકાઇન્ડ ફાર્મા 500 કરોડનો પ્લાન્ટ સ્થાપશે
  • ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી
  • 100 ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા પ્લાન્ટની પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થશે

ગાંધીનગર : કોરોનાની પરિસ્થિતિ અને લોકડાઉનની પરિસ્થિતિ બાદ ગુજરાતમાં નવી નવી કંપનીઓ પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે કતારમાં છે. ત્યારે શુક્રવારના રોજ રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા 500 કરોડ રૂપિયાનો પ્લાન્ટ ઓફ બરોડામાં આપવા માટેનો પ્રોજેક્ટ લાવી રહી છે. જેમાં રાજ્ય સરકારે પ્રાથમિક તબક્કે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

બરોડામાં પ્લાન્ટની સ્થાપના થશે

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂપિયા 500 કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે, ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે 500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર રૂપિયા 1,100 કરોડનું રોકાણ કરવાની છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ અંગેની વિગતો આપી હતી.

કયા કરવામાં આવી હતી જાહેરાત

એમ. કે. દાસે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ 2021’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યુઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ ને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સુચિત પ્રોજેક્ટ સ્થાપના માટે ડિપાર્ટમેન્ટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. જ્યારે રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે.

એક્સપોર્ટ ઓરિએન્ટેડ હશે પ્લાન્ટ

મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ 100 ટકા એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદન થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા અને નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા માટે ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI ) યોજનાનો લાભ પણ મેળવી શકશે.

કેટલું આવ્યું ઇન્વેસ્ટમેન્ટ

અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી મુડીરોકાણ મેળવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે, સમગ્ર દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2020ના સમયગાળામાં આવેલા કુલ FDIના સૌથી વધુ એટલે કે 53 ટકા એકલા ગુજરાતમાં આવ્યું છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલના આ નવા સુચિત પ્રોજેક્ટના આગમનથી ફાર્મા સેક્ટરને વધુ લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details