વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના(Manjalpur Police Station, Vadodara) 6 પોલીસ અધિકારીઓને મહાઠગ હર્ષિલ લિંબાચિયાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવા બદલ સસ્પેન્ડ(Manjalpur Police Officers Suspended) કરવામાં આવ્યા છે. જેના કારણે શહેરની પોલીસ બંદોબસ્તમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ બંદોબસ્તમાં ખળભળાટ, કેમ માંજલપુરના પોલીસ અધિકારીઓ થયા સસ્પેન્ડ
By
Published : Jun 11, 2022, 8:06 PM IST
વડોદરા:વડોદરા શહેરમાં મહાઠગ હર્ષિલ લિંબાચીયાને આડકતરી રીતે મદદગારી કરનારા માંજલપુર પોલીસ સ્ટેશનના(Manjalpur Police Station Vadodara) 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ(Manjalpur Police Officers Suspended) કરી દેવામાં આવ્યા છે. જેથી વડોદરા પોલીસ તંત્રમાં(Vadodara Police Department) ચકચાર મચી ગઇ હતી.
હર્ષિલ પર એક પછી એક ઠગાઈની ફરિયાદો થઈ -વડોદરાનો હર્ષિલ લિંબાચીયા લોકોને નોકરી(Give Fake job offering), એડમિશન અથવાતો કોન્ટ્રાક્ટ(Fake Admission Proceedings ) અપાવવાના ઝાંસામાં લઇને ઠગાઇ આચરતો હતો. હર્ષિલ લિંબાચીયા સામે એક પછી એક ઠગાઇની ફરિયાદ નોંધાતા હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તો બીજી તરફ હર્ષિલ લિંબાચીયાના અનેક પોલીસકર્મી સાથે સંબંધો સારા હોવાનું સામે આવતા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે માંજલપુર પોલીસ મથકના 6 કર્મીઓની સંડોવણી સામે આવી હતી. જેના પગલે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.
પોલીસ સ્ટેશનમાં અને હોસ્પિટલમાં બેદરકારી - થોડા દિવસ અગાઉ યુપી પોલીસ હર્ષિલ લિંબાચીયાની કોઈ ગુન્હામાં ધરપકડ કરવા માંજલપુર પોલોસ સ્ટેશનમાં આવી હતી. ત્યારે માંજલપુર પોલીસ મથકમાંથી હર્ષિલ ભાગી નીકળ્યો હતો. આ સમયે માંજલપુર પોલીસ મથકમાં બે પોલીસકર્મીની હાજરીમાં હર્ષિલ ભાગી નીકળ્યો હતો આ મામલાની તપાસમાં બંનેની બેદરકારી છતી થતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હર્ષિલને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હર્ષિલને પુરતી છુટ મળે તેવી બેદરકારી(crime cases in Vadodara) દાખવવા બદલ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બેદરકારી છતી થતાં છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી શહેર પોલીસ બેડામાં ભારે હડકંપ મચી જવા પામી છે.