ગુજરાત

gujarat

ETV Bharat / city

નાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ, જાણો કોણ છે આ છોકરી... - વડોદરા મનસ્વી

સ્પોર્ટ્સ ક્ષેત્રે દિવસે દિવસે દીકરીનો (Girls in Sports Sector) દબદબો વધી રહ્યો છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જે ગેમ પુરૂષોની હોય છે. વડોદરાની એક દીકરીએ (kick boxer Manasvi) કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરે બ્લેકબેલ્ટ મેળવ્યો છે. આ સિદ્ધિ અંગે એમના માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે.

સાડા આઠ વર્ષની બાળકીએ કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ,જાણો કોણ છે આ
સાડા આઠ વર્ષની બાળકીએ કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ,જાણો કોણ છે આ

By

Published : Jul 3, 2022, 5:29 PM IST

વડોદરાઃવડોદરાની સાડા આઠ વર્ષની મનસ્વી સલુજાએ (Kick Boxer Manasvi) વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. ડૉક્ટરની દીકરી મનસ્વીએ ચાર વર્ષની નાની ઉંમરે કરાટે અને કિક બોક્સિંગ (Kick Boxing Manasvi Vadodara) શીખવાનું શરૂ કર્યું. તેણે પોતાનું ટેલેન્ટ સાબિત કરવા માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી છે. સિલીગુડી ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં (National kick boxing Tournament) તેણે ગોલ્ડ મેડલ જીત્યો અને વિશ્વ ચેમ્પિયનશિપ માટે પ્રથમ ટ્રાયલ રાઉન્ડ ક્લીયર કર્યો છે.

નાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ

આ પણ વાંચોઃનિર્મલા સીતારમણે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી મહત્વની ભેટ

ઈટાલીમાં ઈન્ડિયાનું પ્રતિનિધિત્વઃ તારીખ 30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી વેનિસ ઈટાલીમાં વાકો ચિલ્ડ્રન કેડેટ્સ અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. એમની આ સિદ્ધિથી અન્ય દીકરીઓને પણ પ્રેરણા મળી રહી છે. તેના પિતા ડૉ. ઈન્દરજીત સિંહે કહ્યું કે, આ સિદ્ધિ તેના માટે પ્રથમ પગથિયું છે. હું જીવનમાં ફિટનેસ અને શિસ્તમાં વિશ્વાસ કરું છું અને કરાટે અને કિક બોક્સિંગની ગેમને સપોર્ટ કરૂ છું. આ ગેમમાંથી મળતી એક પોઝિટિવ એનર્જી દીકરીને વેગ આપી રહી છે. અમે માતા-પિતા તરીકે ઈચ્છીએ છીએ કે તેણી જીવનમાં ખુશ રહે અને તેની પસંદગીની કારકિર્દીમાં આગળ વધે. બાળકોને એના પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવા દો. તે હાલમાં ભરતનાટ્યમ અને રોબોટિક્સ જેવી પ્રવૃત્તિ પણ કરી રહી છે.

સાડા આઠ વર્ષની બાળકીએ કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ,જાણો કોણ છે આ

આ પણ વાંચોઃચોમાસાની આફતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ની બટાલિયન 6 તૈયાર

શું કહે છે કોચઃકોચ કોચ સિદ્ધાર્થ ભાલેગરેએ ગૌરવ સાથે કહ્યું, તે એક સારી પ્રતિભા છે અને હંમેશા ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. તેણીએ વિશ્વ ચેમ્પિયનશીપના પ્રથમ ટ્રાયલ રાઉન્ડમાં ગોલ્ડ જીત્યો હતો. હવે તે કોલકાતા ખાતે અંતિમ રાઉન્ડમાં લડશે. મને વિશ્વાસ છે કે તે ટૂર્નામેન્ટ જીતશે. મનસ્વીએ તેના પરિવાર, કોચ અને શિક્ષકનો તેને સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સખત પ્રેક્ટિસ કરી રહી છે. તેનું સ્વપ્ન કિક બોક્સિંગમાં દેશ માટે ગોલ્ડ જીતવાનું છે. જ્યાં સુધી કેરિયરની વાત છે તે પોતાની પસંદગીના આધારે IAS, કિક બોક્સર, ડોક્ટર અને પ્રોગ્રામર બનવા માંગે છે. પરંતુ હાલમાં તે માત્ર કિક બોક્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે તે કોલકાતામાં તારીખ 19 થી 25 જુલાઇ દરમિયાન યોજાનાર ફાઇનલ રાઉન્ડની તૈયારી કરી રહી છે. ગોલ્ડ જીતવા માટે તે પૂરતો આત્મવિશ્વાસ ધરાવે છે.

સાડા આઠ વર્ષની બાળકીએ કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ,જાણો કોણ છે આ

ABOUT THE AUTHOR

...view details