વડોદરા:વડોદરા પાસે આવેલી વિશ્વામિત્રી નદીને મગરનું રહેઠાણ (Crocodile in Vadodara) માનવામાં આવે છે. શહેરના વિસ્તારમાંથી અનેક વખત એવા સમાચાર આવ્યા છે કે, જેમાં મગર લોકોના ઘર સુધી પહોંચી ગયો હોય. પણ લટાર મારવાની જગ્યાએ આ વખતે મગર માણસના લોહીનો પ્યાસી બન્યો છે. મગરે એક યુવાનનો ભોગ (Man Stuck in Crocodile Panic) લીધો છે. આ ઘટના સામે આવતા સમગ્ર વડોદરામાં ચકચાર મચી ગઈ છે. આ અંગેનો એક વીડિયો (Crocodile Panic video From Vadodara) પણ સામે આવ્યો છે. જેને જોતા ભલભલા કઠોર દિલના વ્યક્તિનું હૈયું હચમચી જાય એમ છે.
આ પણ વાંચો: પરીવારના પાપે માસૂમ બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ
બે કલાક બાનમાં:વડોદરામાંથી સામે આવેલા આ કિસ્સામાં મગરે એક માણસને બે કલાક સુધી પોતાના બાનમાં જકડી રાખ્યો હતો. એટલું જ નહીં માણસને એક માટીના રમકડાની જેમ ચૂંથી નાંખ્યો હતો. મગર સામેની લડાઈમાં આખરે માણસ હારી ગયો છે. તેમ છતા એના મૃતદેહ સાથે મગરે જાણે યુદ્ધ કરતા હોય એવા બથોડા લીધા હતા. આખરે આ લડાઈમાં માણસના શ્વાસ એના આયુષ્ય પહેલા જ પૂરા થઈ ગયા છે. વડોદરા નજીક પાદરા ગામનો એક યુવાન ઢાઢર નદીમાં મગરની પકડમાં આવી ગયો હતો. જેનું નામ ઇમરાન દિવાન જાણવા મળ્યું છે.