વડોદરા :વડોદરા શહેરમાં હવે રોમિયોગીરી (Romyogiri in Vadodara) વધતી જાય છે. લોકોને હેરાન પરેશાન કરી જાણ પોતે નગર બાદશાહ બનવા નિકળ્યા તેવું લાગી રહ્યું છે, ત્યારે શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી મહિલાઓ સાથે રોમીયો દ્વારા સરનામું પૂછવાના બહાને રોકીને તેમને મોબાઇલમાં એડ્રેસની જગ્યાએ અશ્લીલ વિડિયો બતાવવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલે પોલીસને જાણ થતાં આખરે શી ટીમે રોમિયોને ઝડપી પાડી અને વધુ કાર્યવાહી (Vadodara Porn Video) હાથ ધરવામાં આવી છે.
છોકરીઓને જાહેરમાં અશ્લીલ વિડિયો બતાવતો હતો શખ્સ આ પણ વાંચો :દમણની યુવતીને અશ્લીલ મેસેજ અને વિડીયો કોલ કરી પરેશાન કરનારા આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ
અશ્લીલ વિડીયો બતાવતો હતો - મળતી માહિતી અનુસાર, ફતેગંજ પોલીસ મથકમાં એક અરજદારે અરજી આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, સોશિયલ વર્ક ફેકલ્ટીના ગેટ પાસે તેઓ અને તેમની મિત્ર પસાર થઇ રહ્યા હતા, ત્યારે એક બાઈક સવારે તેને ઉભા રાખીને સરનામું પૂછવાના બહાને પોતાના (Obscene video in Vadodara) મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવી જાહેરમાં ખરાબ વર્તન કર્યું હતું. આ અંગે અરજી મળ્યા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે શી ટીમ એક્ટિવ થઇ ગઇ હતી. ફરિયાદીએ આપેલા પરેશાન કરનાર શખ્સોના વર્ણન પ્રમાણેની વ્યક્તિને શોધી કાઢવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં CCTV કંટ્રોલ રૂમના કેમેરા થકી બાઇકની ઓળખ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન
બિભત્સ વર્તન - પોલીસે ધરપકડ કરેલા શખ્સનું નામ તુષાર ખત્રી છે તેની આગવી ઢબે પુછપરછ કરવામાં (Vadodara Shi Police Team) આવી હતી. જે બાદ તેણે રોઝરી સ્કૂલ જવાના રસ્તે પણ આ પ્રકારે બિભત્સ વર્તન કર્યાની કબૂલાત આપી હતી. ફતેગંજ પોલીસની ટીમે મહિલાઓ સાથે જાહેરમાં અણછાજતું (Man Showing Obscene video in Vadodara) વર્તન કરનારને દબોચી લીધો છે. શખ્સ સામે જીપી એકટ કલમ 110, 117 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.