ગુજરાત

gujarat

ETV Bharat / city

National Games 2022 સૌથી નાની ઉંમરના મલખંભ બ્રોન્ઝ મેડલિસ્ટ બન્યાં વડોદરાના શોર્યજીત - પીએમ મોદી દ્વારા રમતવીરના વખાણ

વડોદરાના શોર્યજીત ખરે ( Shoryajit Khare of Vadodara )એ 36મી નેશનલ ગેમ્સ 2022 ( 36th National Games 2022 ) માં પોલ મલખંભમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ ( Malkhamb Bronze medal athlete at youngest age ) રચ્યો છે. શોર્યજીતની વય 10 વર્ષની છે. આમ સૌથી નાની ઉંમરે મલખંભ રમતવીર તરીકે ખ્યાતિ પામ્યાં છે.

36મી નેશનલ ગેમ્સમાં સૌથી નાની ઉંમરના મલખંભ બ્રોન્ઝ મેડલિસ્ટ બન્યાં વડોદરાના શોર્યજીત
36મી નેશનલ ગેમ્સમાં સૌથી નાની ઉંમરના મલખંભ બ્રોન્ઝ મેડલિસ્ટ બન્યાં વડોદરાના શોર્યજીત

By

Published : Oct 10, 2022, 9:31 PM IST

Updated : Oct 10, 2022, 9:50 PM IST

વડોદરા 36મી નેશનલ ગેમ્સ ( 36th National Games 2022 )માં ટેલેન્ટેડ પ્લેયર્સનું પાવર હાઉસ બની છે ત્યારે સ્પોર્ટ્સની વિવિધ 36 જેટલી ઇવેન્ટમાં અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ દમદાર,શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી બોપલ અમદાવાદ ખાતે મલખંભ રમતની સ્પર્ધા અંત તરફ ગતિ કરી રહી છે.

10 વર્ષની સૌથી નાની ઉંમરના ખેલાડી આ રમતમાં ગુજરાતની મલ્લખંભ ટીમપણ ભાગ લઈ રહી છે. વડોદરાના શોર્યજીત ખરે ( Shoryajit Khare of Vadodara ) એવા ખેલાડી છે જેમણે 36મી નેશનલ ગેમ્સ ( 36th National Games 2022 )માં મલ્લખંભ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં 36મી નેશનલ ગેમ્સમાં પોલ મલખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ( Malkhamb Bronze medal athlete at youngest age ) તેમણે પોતાની ચમકતી પ્રતિભાનો પરિચય પણ દુનિયાને કરાવ્યો છે. નેશનલ ગેમ્સમાં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં શોર્યજીતે બ્રોન્ઝ મેડાલિસ્ટ (Malkhamb Bronze medal ) બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે શોર્યજિત ખરે ( Shoryajit Khare of Vadodara ) સ્પોર્ટ્સ ઇવેન્ટ મલખંભના સ્ટાર પ્લેયર બન્યા છે.

વડાપ્રધાને શૌર્યજીતને સ્ટાર પર્ફોમર ગણાવ્યાસૌથી અઘરી ગણાતી મલખંભ રમતમાં શોર્યજીત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર પર્ફોર્મર ( Sportsperson praised by PM Modi ) પણ ગણાવ્યા હતા. શોર્યજીત ખરેનું મલખંભ ગેમમાં પર્ફોર્મન્સ એવું કે સૌ કોઈ તેમને જોઈને બસ દંગ રહી જાય છે. તેઓ સૌથી નાની ઉંમરના ( Malkhamb Bronze medal athlete at youngest age ) મલખંભ ગેમના રમતવીર તરીકે ખ્યાતિ પામ્યા છે. ગુજરાતને નેશનલ લેવલ પર શોર્યજીત ખરેએ ગૌરવ અપાવ્યું છે. તેમના પિતાનું અવસાન થયું તેને 10 કે 11 દિવસ જ થયાં છે છતાં પણ તેઓએ રમતના મેદાનમાં આવીને પોતાનું પર્ફોર્મન્સ શાનદાર અને દમદાર રીતે આપ્યું હતું. તેમનું સપનું મલખંભ રમતમાં વર્લ્ડ ચૈમ્પિયન બનવાનું છે.

પોલ મલખંભમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

ગુજરાતનું ગૌરવ શૌર્યજીત એક રમતવીર તરીકે ધાકડ પર્ફોર્મન્સ આપીને સૌ કોઈને દંગ કરી મુકવા અને સૌના દિલ પર છવાઈ જવું આ માત્ર મલ્લખંભ રમતને જીવતો હોય એ જ પ્લેયર કરી શકે. દુનિયાને પોતાની પ્રતિભાના દર્શન કરાવી શકે છે જુસ્સો અને જોશ બંને જોઈએ, સાહસ તો ખરું જ પણ શારીરિક શક્તિ અને મેન્ટલી તૈયારી પણ જોઈએ, સતત પ્રેક્ટિસ અને બોડીને મેઇન્ટેઈન કરવાનો અધરામાં અઘરો ટાસ્ક તો ડેયલી ખરો જ સાથે આત્મવિશ્વાસ અને આપબળ પણ ખરું. આ બધું જ હોય ત્યારે શોર્ય પ્રાપ્ત થાય અને જીત પણ મળે. આ બધું જ મલખંભ ગેમના એક પ્લેયર તરીકે શોર્યજીત ખરે પાસે છે. આપણા સૌના ગૌરવશાળી અને ગૌરવવંતા ગુજરાતનું પ્રાઇડ છે બ્રોન્ઝ મેડાલિસ્ટ શોર્યજીત ખરે.

Last Updated : Oct 10, 2022, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details