વડોદરા શહેર પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ ( makarpura pi v n mahida suspend ) કરવામાં આવ્યા હતાં. મકરપુરા પોલીસ સ્ટેશનના અન્ય 6 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતાં. પીઆઈ વી એન મહિડા સહિત સાત પોલીસ કર્મચારીઓ દ્વારા જુગારના કેસમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
શું હતો વિવાદ મકરપુરા પોલીસ સ્ટેશમાં ગત 13 ઓગસ્ટ 2022ના રોજ એક જુગારનો ગુનો નોંધાયો હતો. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એન મહિડા ( makarpura pi v n mahida suspend )અને અન્ય 6 પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગુનાના એક આરોપીની અટકાયત કરવાના સ્થાને કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં પીઆઈ વી.એન. મહિડા દ્વારા આરોપીને છોડી મુકી ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ચાર્જ પીઆઈ આર કે સોલંકીને સોપવામાં આવ્યો આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એન મહિડાને ( makarpura pi v n mahida suspend )સસ્પેન્ડ કરાયા હતાં. પીઆઈ ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનના અન્ય 6 પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામને મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓને તાત્કાલીક અસરથી ફરજ મૌકુફ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ગણપતસિંહ અને અ.હે.કો. તુલસીદાસ ભોગીલાલની પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.. હાલમાં મકરપુરા પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ આર.કે.સોલંકીને સોપવામાં આવ્યો છે.