ગુજરાત

gujarat

ETV Bharat / city

મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી ફોર્મ થયું રદ, સમર્થકોએ કરી ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ - દિપક શ્રીવાસ્તવ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ વડોદરા ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ થઇ છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મ રદ થતાં દિપકના સમર્થકોએ આ તોડફોડ કરી છે.

ETV BHARAT
મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી ફોર્મ થયું રદ

By

Published : Feb 8, 2021, 8:15 PM IST

  • અપક્ષ ઉમેદવારી નોંધાવનારા દિપક શ્રીવાસ્તવનું ફોર્મન રદ્દ
  • ઉમેદવારને 3 સંતાનના મુદ્દે ફોર્મ રદ કરવા કરાઈ હતી માગ
  • ફોર્મ રદ થવાથી દિપકના સમર્થકોએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરી તોડફોડ
    મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી ફોર્મ થયું રદ

વડોદરાઃ છાસવારે વિવાદમાં ઘેરાયેલા રહેલા મઘુ શ્રીવાસ્તવના પુત્રનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. જેથી દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ ચૂંટણી અદિકારીની ઓફિસમાં ધૂસીને તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિપક શ્રીવાસ્તવ ભાજપ સામે બળવો કરી વોર્ડ નંબર-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

BJPના ઉમેદવારે ઉઠાવ્યો હતો વાંધો

વડોદરામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દિપકને 3 સંતાન છે અને નિયમ મુજબ 2 સંતાનના માતા-અથવા પિતા જ ફોર્મ ભરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details