MS યુનિવર્સિટીની ઓફિસ ઓફ કરિયર એડવાન્સમેન્ટ ઓફ સ્ટૂડન્ટ દ્વારા પ્રથમવાર સેનેટરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગ અને એન્ટરપ્રિન્યરશિપનો બે અઠવાડિયાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે
MS યુનિવર્સિટીમાં સેનિટરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગનો કોર્સ શરૂ કરાયો
વડોદરાઃ શહેરની MS યુનિવર્સિટીમાં પ્રથમવાર સેનિટરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગનો બે અઠવાડિયાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
આ કોર્સમાં MS યુનિવર્સિટીનાં સોશિયલ વર્ક, વિનયન, વાણિજ્યક, ટેકનોલોજી, પોલિટેકનિક અને ફેમિલી એન્ડ કોમ્યુનિટિ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા છે. બે અઠવાડિયામાં વિદ્યાર્થીઓને સેનિટરી મશીન, સેનિટરી પેડમાં ઉપયોગ થતું મટીરીયલ તેમજ સ્વચ્છતા વિશે શિખવવામાં આવશે.
સ્ટાર્ટ અપ માટે પ્રપોઝલ વિશે જરૂરી માહિતી અને તાલીમ પણ આપવામાં આવશે. આ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકોમેટ્રિક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.